Get The App

અમદાવાદમાં ૧૯૧ પશુ માલિકો સામે મ્યુનિ.દ્વારા પોલીસ ફરિયાદ

21.04 લાખથી વધુનો વહીવટી ચાર્જ વસુલાયો

Updated: Oct 29th, 2021

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ૧૯૧ પશુ માલિકો સામે મ્યુનિ.દ્વારા પોલીસ ફરિયાદ 1 - image


અમદાવાદ,શુક્રવાર,29 ઓકટોબર,2021

અમદાવાદ શહેરમાં રોડ ઉપર રખડતા પશુઓ મામલે ઓકટોબર મહિનામાં ૧૯૧ પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.૩૮૮ પશુ છોડાવવા બદલ પશુ માલિકો પાસેથી ૨૧.૦૪ લાખથી વધુ રકમનો  વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, ઓકટોબર માસમાં અત્યાર સુધીમાં ૨૨૧૩થી વધુ પશુઓ મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગ તરફથી પકડવામાં આવ્યા છે.આ વર્ષની શરુઆતથી અત્યાર સુધીમાં ૬૯૪૩થી વધુ પશુઓ પકડી ૯૧૬ પશુઓ છોડાવવા બદલ પશુ માલિકો પાસેથી ૫૧.૫૬ લાખનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.જાન્યુઆરીથી ઓકટોબર સુધીમાં ૫૦૬ પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Tags :