Get The App

ચોમાસામાં આ વખતે દક્ષિણ ગુજરાત કરતાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ

- દક્ષિણ ગુજરાતમાં મોસમનો 23.69%, કચ્છમાં 84.24% વરસાદ

- ગુજરાતમાં હજુ સુધી 11.84 ઈંચ સાથે મોસમનો 36.20% વરસાદ : આગામી ચાર દિવસ માત્ર સામાન્ય વરસાદ રહેશે

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
ચોમાસામાં આ વખતે દક્ષિણ ગુજરાત કરતાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ 1 - image


અમદાવાદ, તા. 21 જુલાઇ, 2020, મંગળવાર

સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થતી હોય છે જ્યારે કચ્છને મોટાભાગે સામાન્ય વરરસાદથી સંતોષ માનવો પડતો હોય છે. પરંતુ આ વખતે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં હજુ સુધી 13.50 ઈંચ સાથે મોસમનો સરેરાશ 23.69% જ્યારે કચ્છમાં 13.66 ઈંચ સાથે મોસમનો સરેરાશ 84.24% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 17.40 ઈંચ સાથે મોસમનો 65.26% વરસાદ વરસી ચૂક્યો છે.

ગુજરાતમાં 21 જુલાઇ સુધી 11.84 ઈંચ સાથે મોસમનો 36.20% વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં જૂન મહિનમાં 4.21 ઈંચ જ્યારે 21 જુલાઇ સુધી 7.02 ઈંચ વરસાદ પડયો છે. રાજ્યમાં હાલ સહેજપણ વરસાદ ન પડયો હોય તેવા એકપણ તાલુકા નથી.

26 તાલુકામાં 2થી 4.92 ઈંચ, 99 તાલુકામાં 4.96થી 9.84 ઈંચ, 89 તાલુકામાં 9.88 ઈંચથી 19.68 ઈંચ, 33 તાલુકામાં 19.72થી 39.37 ઈંચ જ્યારે 2 તાલુકામાં 39.37 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મંગળવારે તમામ ઓનલાઇન અિધકારીઓને આવરીને વેધર વોચની મીટિંગ શરૂ કરાઇ હતી. 

રાહત કમિશનરે જણાવ્યું કે, 'રાજ્યમાં અત્યારસુધી 300.78 મીમી વરસાદ નોંધાયો છે. જે છેલ્લા 30 વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 36.20% છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 20 જિલ્લાના 38 તાલુકાઓમાં સરેરાશ વરસાદ 094 મીમી નોંધાયો છે.

મંગળવારે સવારે 6થી બપોેરે 2 દરમિયાન 16 તાલુકાઓમાં 3 મીમીથી 17 મીમી વરસાદ નોંધાયો છે. ' હવામાન વિભાગના મતે આગામી 23 જુલાઇ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના નહિવત્ છે. 24 જુલાઇના સામાન્ય વરસાદ પડી શકે છે. પરંતુ ભારે વરસાદની હાલ કોઇ સંભાવના નથી.  25 જુલાઇના દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી-ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષે 20 જુલાઇ સુધીમાં અંદાજીત 64.28 લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમગાળા દરમિાન 53.13 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા 3 વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 75.72% વાવેતર થયું છે.

જળાશયોમાં હાલ 48.60% જળસંગ્રહ

સિંચાઈ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના 205 જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ 270628 એમ.એફ.ટી. છે. જે કુલ સંગ્રહ શક્તિના 48.60% છે. હાલમાં વરસાદની સંભાવના નહિવત્ હોવાથી જળાશયોમાં કોઇ નોંધનીય આવક નોંધાઇ નથી અને હાલમાં કોઇ જળાશય એલર્ટ પર નથી.

કયા ક્ષેત્રમાં કેટલો વરસાદ ?

ક્ષેત્ર

વરસાદ

સરેરાશ

કચ્છ

13.66

84.24%

ઉત્તર ગુજરાત

6.41

22.62%

પૂર્વ-મધ્ય ગુજરાત

7.75

24.07%

સૌરાષ્ટ્ર

17.40

65.26%

દક્ષિણ ગુજરાત

13.50

23.69%

સરેરાશ

11.84

36.20%


કયા જિલ્લામાં વધારે વરસાદ ?

જિલ્લો

વરસાદ

સરેરાશ

જૂનાગઢ

23.26

66.14%

ગીર સોમનાથ

21.88

59.33%

જામનગર

25.00

99.38%

પોરબંદર

29.09

105.91%

દેવભૂમિ દ્વારકા

38.93

154.54%

Tags :