માંજલપુરમાં ડી.પી.માં ફસાયેલી પતંગ હટાવવા જતા વીજ કર્મચારીનું કરંટથી મોત
તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલ ડી.પી.માં બનેલો બનાવ, વીજ કંપની દ્વારા વાયરો અને ડી.પી.માંથી પતંગ હટાવવા ડ્રાઇવ શરૃ કરાઇ છે
વડોદરા,તા.૧૬ જાન્યુઆરી ૨૦૨૦, ગુરૃવાર
ઉત્તરાયણની ઉજવણી તો થઇ ગઇ પરંતુ હજુ પણ પતંગ અને પતંગ દોરીઓ લોકો માટે જોખમ ઉભુ કરી રહ્યા છે.
માંજલપુરમાં આજે સવારે ડી.પી.માં ફસાયેલી પતંગ કાઢવા જતા ૪૦ વર્ષના વીજ કર્મચારીને કરંટ લાગતા તેનું મોત થયુ
હતું.
ઉત્તરાયણ પછી શહેરમાં વીજ વાયરો અને ડી.પી.માં ફસાયેલી પતંગો તથા પતંગ દોરીઓ હટાવવા વીજ કંપની દ્વારા ખાસ
ડ્રાઇવ કરવામાં આવે છે તે મુજબ આજથી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ડ્રાઇવ શરૃ કરવામાં આવી છે. શહેરના
પ્રતાનગર વિશ્રામબાગ વિસ્તારમાં આવેલ અમર એપાર્ટમેન્ટમાં રહેતા અર્જુનભાઇ વાસુદેવભાઇ બેલાની (ઉ.૪૦)
એમ.જી.વી.સી.એલ.માં ફરજ બજાવતા હતા. આજે શરૃ કરાયેલી ડ્રાઇવમાં તેઓ પણ જોડાયા હતા.
ટીમ સાથે તેઓ માંજલપુર વિસ્તારમાં વીજ વાયરો પરથી પતંગ હટાવતા હતા આ દરમિયાન તુલસીધામ ચાર રસ્તા પાસે
આવેલ એક ડી.પી.માં પતંગ ફસાયેલી દેખાતા તે હટાવવા માટે અર્જુનભાઇ ત્યાં પહોંચ્યા હતા અને પતંગને હટાવવા જતા
જ તેઓને ડી.પી.માંથી કરંટ લાગ્યો હતો. જોરદાર ઝડકા સાથે અર્જુભાઇન ઉછળીને પડયા હતા અને બેભાન થઇ ગયા હતા
તેમને તુરંત હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.