વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતી મેમુ ટ્રેન આજથી ૩૦ નવેમ્બર સુધી રદ

દિવાળી વેકેશન સમયે પણ વડોદરા - સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે એક સપ્તાહ સુધી ટ્રેનો રદ્ હતી


વડોદરા : પ્રતાપગનર - એકતાનગર વચ્ચે દોડતી મેમુ ટ્રેનને ફરીથી એક સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે. અગાઉ દિવાળી વેકેશન વખતે પણ પ્રતાપનગર-એકતાનગર વચ્ચે ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. એકતાનગર એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા પ્રવાસન સ્થળોની ટ્રેન વારંવાર રદ્દ કરવામાં આવતી હોવાથી પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી રેલવે લાઇન શરૃ કરવા ઉતાવળે કરાયેલી કામગીરીના કારણે વારંવાર ટ્રેકમાં સર્જાતી ખામીકેવડિયા કોલોની નર્મદા ડેમ ખાતે આવેલ વિશ્વ પ્રસિધ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને રેલવે લાઇનથી જોડવા માટે વડોદરા (પ્રતાપનગર) થી એકતા નગર (કેવડિયા કોલોની) વચ્ચે રેલવે લાઇન શરૃ કરવા માટે જે તે સમયે કેન્દ્ર સરકારે આપેલા આદેશના પગલે રેલવે તંત્રએ ઉતાવળે કામગીરી કરીને ટ્રેક તો શરૃ કરી દીધો પરંતુ વારંવાર તેમાં ખામીઓ સર્જાઇ રહી છે. દિવાળીના વિકેશન જેવા પીક સમયે કે જ્યારે પ્રવાસીઓનો ધસારો હતો ત્યારે જ ટ્રેકના રિપેરિંગનું કારણ આગળ ધરીને રેલવેએ એક સપ્તાહ સુધી વડોદરા થી એકતાનગર વચ્ચેની ટ્રેનો બંધ કરી દીધી હતી. પુનઃ ચાણોદ પાસે ટ્રેકના પુનઃ સ્થાપનની કામગીરી હાથ ધરી હોવાથી તા.૨૫મી નવેમ્બર શુક્રવારથી ૩૦ નવેમ્બર બુધવાર સુધી ૬ દિવસ સુધી પ્રતાપનગર (વડોદરા) અને એકતાનગર (કેવડિયા કોલોની) વચ્ચે અપ અને ડાઉન મળીને ૪ મેમુ ટ્રેનો રદ્ કરવામાં આવી છે. 

આ ઉપરાંત અમદાવાદ-વિરમગામ વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનોને કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડર કાર્ય માટે વડોદરા -જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે. તા.૨૭મી રવિવારે વડોદરા-જામનગર અને તા.૨૮મી સોમવારે જામનગર-વડોદરા ઇન્ટરસિટી ટ્રેન દોડશે નહી.

City News

Sports

RECENT NEWS