ચીન પ્રવાસથી પરત ફર્યા હોય તેવા વડોદરાવાસીઓને આરોગ્ય વિભાગ શોધી રહ્યો છે
'નોવલ કોરોના' નામના ચાઇનિઝ વાયરસનો ભય ચીન પ્રવાસથી પરત ફરેલા વડોદરાવાસીઓને મેડિકલ સ્કેનિંગ કરાવી લેવા સૂચના
વડોદરા,તા.૧૮ જાન્યુઆરી ૨૦૨૦, શનિવાર
તાજેતરમાં ચીન પ્રવાસથી પરત ફર્યા હોય તેવા વડોદરાવાસીઓને વડોદરાનો આરોગ્ય વિભાગ શોધી રહ્યો છે. તેનું કારણ
એ છે કે ચીનમાં 'નોવલ કોરોના' નામનો વાયરસ ફેલાયો છે અને તેનો ચેપ જો અહી ફેલાય નહી. આરોગ્ય વિભાગે આ
મામલે પરિપત્ર જાહેર કરીને ચીન પ્રવાસેથી પરત ફરેલા લોકોને તુરંત મેડિકલ ચેકઅપ કરાવી લેવા સલાહ અપાઇ છે.
આ મામલે એસએસજી હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગની એક બેઠક મળી હતી અને ખાનગી તથા સરકારી હોસ્પિટલોને
સૂચના અપાઇ છે કે ન્યુમોનિયાનાના લક્ષણો ધરાવતા દર્દીઓ જો ચેકઅપ માટે આવે તો તેનુ મેડિકલ સ્કેનિંગ કરીને
'નોવલ કોરોના' છે કે નહી તેની તપાસ કરવી.
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ચીનમાં સ્વાઇન ફ્લુ જેવા લક્ષણો ધરાવતા આ વાયરસ 'નોવલ કોરોના'એ આતંક મચાવ્યો
છે. એકલા વુહાન શહેરમાં જ ૪૧ કેસ નોંધાયા છે એટલે વુહાન પ્રાંતમા ગયેલા વડોદરાવાસીઓએ તથા ચીનનો પ્રવાસ
કરીને આવ્યા હોય અને ન્યુમોનિયાના લક્ષણો દેખાતા હોય તેવા દર્દીઓએ તુરંત ડોક્ટર પાસે ચેકઅપ કરાવીને દવા શરૃ
કરવા માટે આરોગ્ય વિભાગે સલાહ આપી છે.