Get The App

વડોદરામાં વાઘોડિયા રોડની નારાયણ સ્કૂલની લોબી ધરાશાયી, એક વિદ્યાર્થી ઘાયલ, ત્રણ સાયકલ દબાઈ

Updated: Jul 19th, 2024

GS TEAM

Google News
Google News
વડોદરામાં વાઘોડિયા રોડની નારાયણ સ્કૂલની લોબી ધરાશાયી, એક વિદ્યાર્થી ઘાયલ, ત્રણ સાયકલ દબાઈ 1 - image


Vadodara School Lobby Collapsed : વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલમાં પહેલા માળની લોબીનો ભાગ ધરાશાય થતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી જ્યારે કેટલીક સાયકલો દબાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. 

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલોમાં આગના બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે છે. પરંતુ સ્કૂલોના સ્ટ્રક્ચર બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી. જેને પરિણામે આજે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. 

વડોદરામાં વાઘોડિયા રોડની નારાયણ સ્કૂલની લોબી ધરાશાયી, એક વિદ્યાર્થી ઘાયલ, ત્રણ સાયકલ દબાઈ 2 - image

વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર ગુરુકુળ નજીક આવેલી નારાયણ સ્કૂલમાં એકાએક બાજુના ભાગની લોબી તેમજ દીવાલનો ભાગ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી. જ્યારે ત્રણથી ચાર સાયકલ દબાઈ હતી. જો આ વખતે સાયકલ લેવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હોત તો ગંભીર જાનહાનિ થવાનો ભય હતો.

બનાવને પગલે ફાયર બ્રિગેડ તેમજ પોલીસ દોડી આવ્યા હતા અને કામગીરી કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બનાવની ગંભીર નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

Tags :