રીક્ષામાં બેઠેલી મહિલાએ સોનાની ચેઈન ગુમાવી
સીસીટીવી ફૂટેજના આધારે શટલ રીક્ષા ચાલક અને તેના સાગરિતોની શોધખોળ
વડોદરા,તા,1,ફેબ્રુઆરી,2020,શનિવાર
શટલ રીક્ષામાં બેઠેલી મહિલાના ગળામાંથી મુસાફરના સ્વાંગમાં
બેઠેલા આરોપીઓએ સોનાનો આઠ ગ્રામ વજનનો અછોડો સેરવી લીધો હતો. જે અંગે નવાપુરા
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ
અંગેની વિગત એવી છે કે વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં રહેતા સવિતાબેન લક્ષ્મણભાઈ
કહાર ખંડેરાવ માર્કેટમાં શાકભાજીનો વેપાર કરે છે. ગઈકાલે સવારે સાત વાગ્યે
શાકભાજીનો પથારો લગાવ્યો હતો. અને બપોરે
બે વાગ્યે માર્કેટ ચાર રસ્તા પાસે, ઘરે જવા રીક્ષાની રાહ જોઈને ઊભા હતા. દરમિયાન
કીર્તિસ્થંભ તરફથી એક રીક્ષા આવતાં મહિલાએ રીક્ષા ઊભી રખાવી રીક્ષામાં ઘરે જવા
બેઠા હતા.
ખંડેરાવ
માર્કેટ રોડ પેન્ટર તાનાજીની ગલી પાસે રીક્ષા ડ્રાઈવરે રીક્ષા ઊભી રાખી કહ્યું
હતું કે મુસાફરોને જયરત્ન ચાર રસ્તા પાસે છોડીને આવુ છુ. ખોડીયાર સુધી રીક્ષા
ડ્રાઈવરની રાહ જોઈ હતી. પરંતુ રીક્ષા ડ્રાઈવર પરત નહી આવતાં સવિતાબેન શંકા ગઈ હતી.
તેમને ગળામાં ચેક કર્યું તો તેમની આઠ ગ્રામની સોનાની ચેઈન ગૂમ હતી. રીક્ષામાં
પાછળની સીટ પર મુસાફરના સ્વાંગમાં બેઠેલી બે મહિલાઓ અને એક પુરૃષે ગળામાંથી સોનાની
ચેઈન સેરવી લીધી હતી.
રીક્ષા
ડ્રાઈવર તથા અન્ય સામે મહિલાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી
નવાપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.