ધો-૧૧ની વિદ્યાર્થિનીને ભગાડી જનાર કોલેજિયન યુવક પકડાયો
ચોટીલા લઇ જઇને શારીરિક સંબંધ બાંધ્યા હતા
વડોદરાતા,19,જાન્યુઆરી,2020,રવિવાર
વાઘોડિયા રોડની એક સ્કૂલમાં ધો-૧૧માં ભણતી વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી કોલેજિયન યુવક ભગાડીને ચોટીલા લઇ ગયો હતો. અને શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ અંગે પાણીગેટ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા વેપારીની ૧૬ વર્ષની પુત્રી ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે. ગત ૧૬મી જાન્યુઆરીએ તેમની પુત્રી ઘરેથી આધારકાર્ડ લઇને સ્કૂલે યુનિફોર્મ પહેરીને ગઇ હતી. જેથી વેપારીને શંકા જતા તેમને સ્કૂલમાં તપાસ કરી તો ખબર પડી કે તેમની પુત્રી સ્કૂલે ગઇ જ નથી. તપાસ કરતા જાણ થઇ હતી કે, સોમાતળાવ નંદવાટિકા એપાર્ટમેન્ટમાં રહેતો મયંક ઉર્ફે મોન્ટુ હેમંતકુમાર રારોદકર લગ્નની લાલચે તેને ભગાડીને ચોટીલા લઇ ગયો હતો. જ્યાં ધર્મશાળામાં રોકાયા હતા અને વિદ્યાર્થિનીની મરજી વિરૃધ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.
વેપારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી મયંક ઉર્ફે મોન્ટુની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. મયંક ઉર્ફે મોન્ટુ એમ.એસ. યુનિવર્સિટીમાં બી.એસ.સી.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.