Gujarat

છેલ્લા ત્રણ મહિનામાં જ કેરોસીનના ભાવમાં રૂા.8.48નો વધારો થયો

By GS Team
13 Dec 20212 mins read
This article was originally published on 13 Dec 2021
છેલ્લા ત્રણ મહિનામાં જ કેરોસીનના ભાવમાં રૂા.8.48નો વધારો થયો

ગરીબો માટે ચૂલો સળગાવવાનું ય મોઘુ થયું

જાન્યુ-21માં રૂા.30.12માં મળતા લિટર કેરોસીનનો ભાવ રૂા. 49.48 થયો, કાળાબજારમાં કેરોસીનનો ભાવ બમણો 

અમદાવાદ : શાકભાજીથી માંડીને અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ  વધ્યા છે ત્યારે કેરોસીન પણ બાકાત રહી શક્યુ નથી. વાજબી ભાવની દુકાનો પર કાર્ડધારકોને કેરોસીનના ભાવમાં ય વધારો થયો છે પરિણામે ગરીબ વર્ગના લોકો માટે ચૂલો સળગાવવાનુ ય મોઘુ બન્યુ છે. છેલ્લા ત્રણ મહિનામાં જ કેરોસીનના ભાવમાં રૂા.8.48 નો વધારો નોંધાયો છે. આ કારણોસર ગરીબોની દશા વધુ દયનીય બની છે.

ગુજરાતમાં ગેસ કનેક્શન અપાતાં મોટાભાગના રેશનકાર્ડ ધારકોને કેરોસીન આપવાનુ જ બંધ કરી દેવાયુ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વાજબી ભાવની દુકાનોમાં કાર્ડ ધારકોને નક્કી કરેલા કવોટા મુજબ દર મહિને કેરોસીન આપવામાં આવે છે. આ તરફ, સરકારનો દાવો છેકે, રાંધણ ગેસના વધતાં જતા ઉપયોગને લીધે કેરોસીનનો વપરાશ ઘટયો છે. 

જાન્યુઆરી-2021માં સસ્તા અનાજની દુકાને અપાતાં કેરોસીનનો લિટરનો ભાવ રૂા.30.12 હતો. જે ડિસેમ્બર-2021માં વધીને રૂા.49.48 સુધી પહોંચ્યો હતો. ટૂંકમાં, માત્ર એક જ વર્ષમાં કેરોસીનના ભાવમાં રૂા.19.36 પૈસાનો વધારો થયો હતો. સપ્ટેમ્બરમાં લિટર કેરોસીનનો ભાવ રૂા.41 હતો તે વધીને ડિસેમ્બરમાં કેરોસીનનો ભાવ રૂા.49.48 સુધી પહોંચ્યો હતો. એટલે કે ત્રણ મહિનામાં જ કેરોસીનના ભાવમાં રૂા.8.48 પૈસાનો વધારો નોંધાયો હતો.

ચર્ચી એવી છેકે, કાળાબજારમાં કેરોસીનના ભાવ બમણા છે. એક લિટર કેરોસીન લેવુ હોય તો રૂા.80 ખર્ચવા પડે તેમ છે. ઉજવવલા ગેસ યોજનાને લીધે કેરોસીનનો વપરાશ ધટયો હોવાનો સરકારે દાવો કર્યો છે પણ વાસ્તવિકતા એછેકે, આજેય ગ્રામિણ વિસ્તારોમાં ગરીબ લોકો રાંધણગેસને બદલે કેરોસીનનો જ ઉપયોગ કરવાનુ પસંદ કરી રહ્યા છે.આર્થિક પરિસ્થિતિને પગલે મોઁઘા ગેસ સિલિન્ડર ખરીદવા બધાયને પોષાય તેમ નથી.

2021માં ભાવ કેટલો વધ્યો

માસ

ભાવ

જાન્યુ

રૂા.30.12

ફેબુ્ર.

રૂા.32.37

માર્ચ

રૂા.35.35

એપ્રિલ

રૂા.36.78

મે

રૂા.36.87

જૂન

રૂા.39.45

જુલાઇ

રૂા.41.24

ઓગષ્ટ

રૂા.42.64

સપ્ટે.

રૂા.41.00

ઓક્ટો.

રૂા.43.17

નવે.

રૂા.50.48

ડિસે.

રૂા.49.48