જ્યોતિ લિમિટેડને ડિસેમ્બરમાં પુરા થતા ત્રીજા ક્વાર્ટરમાં પણ ૨.૯૬ કરોડની ખોટ
વડોદરા,તા.13.ફેબ્રુઆરી,2
વડોદરા શહેરની સૌથી જુની કંપનીઓ પૈકીની એક જ્યોતિ લિમિટેડની ખોટમાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે.
કંપનીના વેચાણ અને ઓપરેશન્સમાં થયેલા લગભગ ૫૦ ટકાના ઘટાડાના કારણે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ પૂરા થયેલા ત્રીજા નાણાકીય ક્વાર્ટરમાં કંપનીએ ૨.૯૬ કરોડ રુપિયાની ખોટ નોંધાવી છે.
કંપનીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલ થી ડિસેમ્બર સુધીમાં પૂરા થયેલા નવ મહિના દરમિયાન કંપનીનુ કુલ ખોટ ૧૧.૫૫ કરોડ રુપિયા નોંધાઈ છે.જે ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં બમણા કરતા વધારે છે.૨૦૧૮માં એપ્રિલથી ડિસેમ્બર મહિના સુધીના સમયગાળામાં કંપનીની કોટ ૪.૫૬ કરોડ રુપિયા હતી.
કંપનીની આવકની વાત કરવામાં આવે તો વર્તમાન નાણાકીય વર્ષના ડિસેમ્બર સુધીમાં પૂરા થયેલા નવ મહિના દરમિયાન કંપનીની આવક ૬.૬૦ કરોડ રુપિયા રહી છે.જ્યારે ૨૦૧૮માં આ જ સમયગાળામાં કંપનીની સેલ્સ અને ઓપરેશન્સમાંથી થયેલી આવક ૧૧.૪૬ કરોડ રુપિયા હતી.આમ કંપનીની આવકમાં ગયા વર્ષની સરખામણીએ ૫૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે.