Get The App

આઇપીએસને પોલીસ ફરિયાદ ન કરવા માટે ઉચ્ચ અધિકારીની સલાહ

કરાઇ પોલીસ એકેડમીમાં ચાર યુવતીઓનો હની ટ્રેપનો મામલો

સમગ્ર મામલે તપાસ થાય તો આઇપીએસની કારર્કિદી અને નોકરી પર પૂર્ણ વિરામ લાગી શકે તેમ હોવાથી મૌન રહેવા સુચના

Updated: Dec 23rd, 2022

GS TEAM

Google News
Google News
આઇપીએસને પોલીસ ફરિયાદ ન કરવા માટે ઉચ્ચ અધિકારીની સલાહ 1 - image

અમદાવાદ

યુવતી પર સત્તાવાર ફરિયાદ કરવામાં આવે તો એક કરોડ જેટલી રકમ ક્યાંથી આવી તે અંગે પણ પ્રશ્ન ઉભા થઇ શકે છેઃ સમગ્ર મામલે તપાસ થાય તો આઇપીએસની કારર્કિદી અને નોકરી પર પૂર્ણ વિરામ લાગી શકે તેમ હોવાથી મૌન રહેવા સુચના

ગાંધીનગરમાં આવેલી કરાઇ પોલીસ એકેડમીમાં આઇપીએસ અધિકારીને હનીટ્રેપમાં ફસાવીને એક કરોડ જેટલી રકમમાં સમાધાનના મામલે ચર્ચાએ મોટુ સ્વરૂપ લેતા આઇપીએસ અધિકારીએ  ઇન્દોરની યુવતી સહિત અન્ય ત્રણ યુવતીઓ પર ફરિયાદ દાખલ કરવા માટે ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે  એક સિનિયર અધિકારીએ ભોગ બનનાર આઇપીએસને પોલીસ ફરિયાદથી દુર રહેવાની સલાહ આપી હતી અને ગુમાવેલી રકમ ભુલી જવા માટે સલાહ આપી છે.  જેમાં પોલીસ તપાસ કરવામાં આવે તો એક કરોડની રકમને લઇને અનેક પ્રશ્નો ઉપસ્થિત થઇ શકે તેમ છે. બીજી તરફ આ યુવતીએ તેની સાગરિતો સાથે મળીને  ગુજરાત ઉપરાંત,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ આ મોડ્સ ઓપરેન્ડીથી આઇપીએસ ્અધિકારીઓને ટારગેટ કર્યા હોવાનું સુત્રો જણાવે છે. જેથી હવે ભોગ બનનાર આઇપીએસ અધિકારી સમગ્ર મામલો ભુલી જવા માંગે છે. પરંતુઆ ટોપિક ગૃહ વિભાગ સુધી પહોંચતા તે બરાબર ફસાયા છે.

 


ગાંધીનગર કરાઇ પોલીસ એકેડમીમાં ઘોડેસવારી શીખવા આવતી ચાર યુવતીઓ પૈકી એક યુવતીએ આઇપીએસ અઘિકારી સાથે ધીમે ધીમે કેળવેલા સંબધોને અંગત સંબધ સુધી લંબાવ્યા બાદ અસલ સ્વરૂપ બતાવીને તેની સાથી જોડાયલેી અન્ય યુવતીઓની મદદથી હનીટ્રેપમાં ફસાવીને વાંધાજનક ચેટ અને ફોટોને વાયરલ કરવાની ધમકી આપીને સમગ્ર મામલે સમાધાન કરવા માટે દોઢ કરોડ જેટલી માતબર રકમ લીધાની વાત પોલીસ વિભાગમાંથી જ લીક થયા બાદ હવે સમગ્ર ગુજરાતમા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે યુવતી હાલ ગુજરાત છોડીને મધ્યપ્રદેશ ચાલી ગઇ હોવાનું જાણવા મળ્યું છે. આઇપીએસ અધિકારીએ તેને મોબાઇલ સ્વીચ ઓફ રાખવાથી માંડીને ગુજરાતમાં ન આવવા માટે આજીજી કરી છે.  સાથેસાથે મામલો હવે ગૃહ વિભાગ સુધી પહોંચતા આઇપીએસ અધિકારીએ આ મામલે યુવતી પર ફરિયાદ નોંધાવવા માટે  પોલીસ ભવનમાં બેસતા ડીજીપી કક્ષાના અધિકારીની સલાહ લીધી હતી. જો કે તેમણે આઇપીએસને આ મામલે હવે ફરિયાદ દાખલ થતા એક કરોડ રૂપિયા ક્યાંથી આવ્યાતે અંગે પણ સવાલ ઉભા થઇ શકે તેમ હોવા ઉપરાંત, યુવતી પાસે હજુ પણ હનીટ્રેપને લગતા ફોટો કે પુરાવા હોવાની શક્યતા હોવાથી તે ફરીથી મુશ્કેલીમાં મુકાવાની સાથે નોકરી પર પણ જોખમ થઇ શકે તેમ  હોવાથી ફરિયાદ કરવાનું ટાળવા માટે સલાહ આપી છે.

બીજી તરફ ભોગ બનનાર આઇપીએસ અધિકારીએ પોતાના વિશ્વાસુ  પોલીસ અધિકારીઓની મદદથી  તપાસ કરાવી હતી. જેમાં આ યુવતીએ બે થી ત્રણ મહિના સુધી વિશ્વાસ કેળવીને સમગ્ર ઘટનાને અંજામ આપવાની મોડ્સ ઓપરેન્ડી અપનાવી છે. જેમાં તેની સાથે ચોક્કસ ગેંગ કામ કરી રહી હાવા ઉપરાંત, તેણે ગુજરાતમાં અન્ય ઉચ્ચ પોલીસ ્અઘિકારીઓને પણ ટારગેટ કર્યાની આશંકા છે. સાથેસાથે તેણે આ મોડ્સ ઓપરેન્ડીથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં  પણ હનીટ્રેપ ગોઠવીને નાણાં પડાવ્યા હતા. જેમાં મુંબઇમાં પોલીસ અધિકારીએ ખાનગીમાં એક અરજી કરીને સમગ્ર મામલે તપાસ કરાવી હતી. પણ તેમાં યુવતી અને તેની ગેંગ વિરૂદ્વ હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ શકી નથી.

Tags :