app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વડોદરામાં પોલીસનું સઘન વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ : 38 વાહનો ડીટેઇન

Updated: Aug 29th, 2023


- કારમાં ડાંગ સાથે બે ઝડપાતા હથિયારબંધી જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો

વડોદરા,તા.29 ઓગસ્ટ 2023,મંગળવાર

વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને પ્રજાની સુરક્ષા માટે પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસે વાહન ચેકિંગ તથા કૂટ પેટ્રોલિંગની સ્પેશિયલ ડ્રાઇવ રાખી 38 વાહનો ડીટેઇન કરી કારમાં ડાંગ સાથે બે શખ્સોને ઝડપી પાડી શંકાસ્પદ સ્થળો અને હિસ્ટ્રી સીટરોનું ચેકિંગ કર્યું હતું.

વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સુચના અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરના તમામ પોલીસ મથક હદ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 899 વાહન ચેક કરી 38 વાહનો ડીટેઇન કર્યા હતા. જ્યારે નશો કરીને વાહન હંકારનાર ચાલકો સામે પણ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત એમસીઆર 14, 7 હિસ્ટ્રી સિટરો, 9 શંકાસ્પદ, 4 સામાજિક વ્યક્તિઓની માહિતી મેળવી સંવેદનશીલ, અવવારું વિસ્તારમાં મસ્જિદ તથા ધાબાઓનું ચેકિંગ કર્યું હતું. આ ઉપરાંત સીટી પોલીસ મથકના જવાનો ચાંપાનેર દરવાજા ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતા. તે સમયે કારમાંથી બે ડાંગ મળી આવતા પોલીસે ફૈઝાન મુનવરખાન પઠાણ (રહે-વિજય વલ્લભ હોસ્પિટલની ગલી ,આશા સાઇકલ પાસે, ભેસવાડા) તથા મોહમ્મદઆશીફ હનીફમિયા શેખ (રહે-સુલેમાની મોહલ્લો, અજબડી મિલ રોડ) ની જાહેરનામા ભાંગ બદલ અટકાયત કરી કાર તથા ડાંગ સાથે કુલ રૂ.55,070 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


Gujarat