રેલવેના કર્મીઓએ ઈન્ફ્રાકેડ થર્મલ સ્ક્રિનિંગ ઉપકરણ બનાવ્યુંં
- કોઇ કર્મચારી દૂર ઉભો હશે તો પણ આ ઉપકરણથી તેના શરીરનું તાપમાન મપાઇ જશે
અમદાવાદ,રવિવાર
કોરોના વાયરસે
સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. કોરોના સામેના આ મહાયુદ્ધમાં રેલ કર્મીઓ દ્વારા ઓટોમેટિક
ઇન્ફ્રારેડ થર્મલ સ્ક્રિનિંગ ઉપકરણ તૈયાર કરાયું છે, જેના દ્વારા સ્ટાફના બોડી ટેમ્પરેચરને
ઓટોમેટિક માપી શકાય છે.
પશ્ચિ રેલવેના
અમદાવાદ મંડળ દ્વારા એક નવીન પ્રયોગ કરીને બ્રોડગેજ કોચિંગ ડેપોના રેલ કર્મીઓ દ્વારા
નોન કોન્ટેક્ટ થર્મોમીટર-૧૦ વોલ્ટ ડીસી એડેપ્ટર, પીવીસી બોક્સ, રિલે, બઝર અને ડિસ્ટન્સ
સેન્સરને જોડીને ઓટોમેટિક ઈન્ફ્રારેડ થર્મલ સ્ક્રિનિંગ ઉપકરણ તૈયાર કર્યું છે. જેને
વીજળી તથા બેટરી દ્વારા પણ ચલાવી શકાય છે.
આ ઉપકરણની સામે કોઇ કર્મચારી ઉભો હશે રહેશે તો પણ તેનું તાપમાન મપાઇ જશે.
જો તેના શરીરનું
તાપમાન ૯૯ હશે તો ગ્રીન સિગ્નલ અને ૯૯થી ઉપર હશે તો રેડ સિગ્નલ બતાવશે તથા ઓડિયો એલાર્મથી
સૂચિત કરાશે. આ ઉપકરણની વધુ વિશિષ્ટતા એ છે કે કર્મચારીઓએ ફક્ત રૃપિયા ૨૮૦૦માં તેને
બનાવ્યું છે.