પ્રેમચંદનગર, બોડકદેવ-સ્ટેડિયમ રાણીપમાં કોરોના સંક્રમણમાં વધારો
- શહેરમાં 220 વિસ્તાર માઈક્રોકન્ટેઈનમેન્ટમાં
- રાણીપની નેમિનાથ સોસાયટીના 209 મકાનોમાં રહેતા 800 ઉપરાંત રહીશોને માઈક્રોકન્ટેઈનમેન્ટમાં મુકાયા

અમદાવાદ, તા. 21 જુલાઇ, 2020, મંગળવાર
શહેરમાં કોરોના કેસ ઘટયા હોવાના મ્યુનિ.ના દાવા વચ્ચે શહેરના પ્રેમચંદનગર,બોડકદેવ,સ્ટેડિયમ અને રાણીપ જેવા વિસ્તારોમાં સંક્રમણમાં વધારો થતા હવે અમદાવાદ શહેરના 220 વિસ્તાર તંત્ર દ્વારા માઈક્રો કન્ટેઈન્મેન્ટમા મુકવામાં આવ્યા છે.
મ્યુનિ.દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોના કેસ ઘટી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.બીજી તરફ મંગળવારે અગાઉના 211 વિસ્તારોમાંથી 12 વિસ્તારોમાં કેસ ઘટતા તંત્રે નિયંત્રણ દુર કર્યા છે.
ઉપરાંત નવા 21 વિસ્તારોમાં કેસ વધતા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં મુકવામાં આવતા હવે અમદાવાદમાં 220 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે.શહેરના પ્રેમચંદનગરમાં કુલ છ પોઝિટિવ કેસ નોંધાતા 24 મકાનોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
ઉપરાંત બોડકદેવમાં સરકારી વસાહતમાં 16 તેમજ સ્ટેડિયમ વોર્ડમાં આવેલા શ્રીનાથ એપાર્ટમેન્ટમાં કેસ વધતા 12 મકાન માઈક્રોકન્ટેઈન્મેેન્ટમાં મુકવામાં આવ્યા છે.રાણીપ વોર્ડમાં આવેલી નેમિનાથ સોસાયટીમાં તો 209 જેટલા મકાનો માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવાની તંત્રને ફરજ પડી છે.
નવા વિસ્તાર કયાં-કયાં
|
વિસ્તાર |
મકાન |
|
મંગલમ ફલેટ,દાણીલીમડા |
12 |
|
કમલાપાર્ક,ધોડાસર |
12 |
|
જનપથ ,ધોડાસર |
07 |
|
ક્રિસ્ટવીલા,ખોખરા |
05 |
|
માનસરોવર,ખોખરા |
15 |
|
મધુકુંજ,ખોખરા |
15 |
|
સંતોષપાર્ક,ઈસનપુર |
40 |
|
ઉમિયાનગર,વસ્ત્રાલ |
10 |
|
જીવન લાઈવ,નવાનરોડા |
20 |
|
રાજદીપ પાર્ક,ઈન્દ્રપુરી |
16 |
|
ડાયમંડપાર્ક,વિરાટનગર |
40 |
|
ગોતા હાઉસીંગ,ગોતા |
12 |
|
પ્રજાપતિવાસ,આંબલી |
20 |
|
વિશ્વાસ એપાર્ટમેન્ટ |
16 |
|
પ્રેમચંદનગર,બોડકદેવ |
24 |
|
સરકારીવસાહત,બોડકદેવ |
16 |
|
શ્રીનાથ એપાર્ટ,સ્ટેડિયમ |
12 |
|
નેમિનાથ સોસા,રાણીપ |
209 |
|
મહેતા સ્કૂલ કંપાઉંડ,સાબરમતી |
03 |
|
શારદાકૃપા,ચાંદખેડા |
52 |
|
પારૂલ ફલેટ,જીવરાજપાર્ક |
04 |

