નજીવી તકરારમાં માતા,પિતા ઉપરાંત ભાઇઓએ યુવાનને ધોકાથી માર માર્યો


ગાંધીનગર નજીક ચિલોડા પંથકના

ઘાયલ યુવાનને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયોઃચાર સામે ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા પંથકના છાલા ગામે બોર કુવાની ચાવી બાબતે યુવાન સાથે તકરાર કરીને બે ભાઇઓ અને માતા પિતાએ યુવાનને ધોકાથી માર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેથી તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેની ફરિયાદના આધારે પોલીસે માતા-પિતા સહિત ચાર સામે ગુનો દાખલ કર્યો છે.

 આ અંગે મળતી વિગતો પ્રમાણે, છાલા ગામમાં નવા ઘરો ખાતે રહેતા ૩૭ વર્ષિય યુવાન ભરત છનાભાઇ વાળંદે ફરિયાદ નોંધાવી હતી કે, ગઇકાલે તે તેમના ઘરે હાજર હતો ત્યારે તેના માતા સવિતાબેન અને પિતા ઘર પાસે આવ્યા હતા અને બોર કુવાની ચાવી ખોવાઇ ગઇ હોવાથી ચાવીની માંગણી કરી હતી જો કે, ભરત ચાવી આપવાની ના પાડતા બાજુમાંથી તેના ભાઇ હર્ષદભાઇ ઉર્ફે કિશન આવી ગયો હતો અને તે ચાવી આપવાની કેમ ના પાડી તેમ કહીને ગાળાગાળી કરવા લાગ્યો હતો અને ગડદાપાટુનો માર માર્યો હતો ત્યાર બાદ તેના અન્ય ભાઇ દિનેશભાઇ પણ ત્યાં ધોકા સાથે આવી ગયા હતા અને માર મારવા લાગ્યા હતા માતા પિતા અને બે ભાઇઓએ માર મારવાનું શરૃ કરતા અન્ય પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને વધુ મારથી બચાવી લીધો હતો. જો કે, જતા જતા આ ચારેય વ્યક્તિઓએ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી બીજીબાજુ ઘાયલ યુવાનને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેની ફરિયાદને આધારે માતા-પિતા સહિત ચાર સામે ગુનો દાખલ કર્યો હતો. 

City News

Sports

RECENT NEWS