વડોદરાની જેલમાં કેવી રીતે ચરસ-ગાંજો,તમાકુ કેદી સુધી પહોંચે છે..ઘરના ટિફિનનો ભાવ રૃા.૩ થી પ હજાર
વડોદરા,તા.3 ફેબ્રુઆરી,2020,સોમવાર
જેલમાં કેદી સુધી ઘરનું ટિફિન પહોંચાડવા માટે પણ કેટલાક કર્મચારીઓ સવલત પુરી પાડી રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે.ટિફિન સેવા માટે કેદીના પરિવારજનો પાસે મહિને રૃા.૩ થી ૫ હજાર પડાવી લેવામાં આવતા હોવાની વિગતો ચર્ચાના કેન્દ્રમાં છે.
જેલ કર્મચારીઓ કમિશન લઇ કેશ પહોંચાડે છે
જેલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ અને રોકડ મોકલવા માટે જેલના કેટલાક કર્મચારીઓ અને સર્કલમાં કામ કરતા કેદીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગતો જાણવા મળી છે.
પ્રાપ્ત વિગતો મુજબ,જેલમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ કમિશન લઇને કેદીઓ સુધી કેશ પહોંચાડવાનું કામ કરી આપે છે.જ્યારે,સર્કલમાં કામ કરતા કેલાક કેદીઓ તમાકુ, બીડી, પડીકી જેવી ચીજો ઘૂસાડવાની ભૂમિકા ભજવતા હોય છે.
એવી પણ વિગતો પ્રાપ્ત થઇ છે કે,જેલ ફરતે કોટ આવેલો છે અને તેના ઉપરથી પણ પ્રતિબંધિત ચીજવસ્તુઓ નાંખીને અંદર પહોંચાડવામાં આવતી હોય છે.જેલમાં ચાલતી લાલિયાવાડી જોતાં હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખુદ જડતી કરવાની મંજૂરી માટે સક્રિય બની છે.