રાજપીપળાનો મર્ડરનો કેદી રૃા.૨ હજારમાં પગમાં મોબાઇલ બાંધી વડોદરાની જેલમાં લઇ ગયો
વડોદરા,તા.11 જાન્યુઆરી,2020,શનિવાર
વડોદરાની જેલમાં સલીમ જર્દા સુધી મોબાઇલ પહોંચાડવા માટે જેલની બહાર કામ માટે મોકલવામાં આવતા કેદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,વડોદરાની જેલમાં રખાયેલા ગોધરા કાંડના આરોપી સલીમ જર્દા સુધી મોબાઇલ પહોંચાડવા માટે ગોધરાના સોએબ સમોલે જેલની બહાર સાફસફાઇ માટે મોકલાતા રાજપીપળાના મર્ડરના કેદી અશોક ઘેલાભાઇ વસાવાને કામ સોંપ્યુ હતું.
જેલમાં સારો રિપોર્ટ ધરાવતા કેદીઓને બહાર હળવા કામ માટે મોકલવામાં આવતા હોવાથી સોએબે અશોક વસાવાને માત્ર રૃા.૨ હજાર આપી જેલમાં મોબાઇલ પહોંચાડયો હતો.પોલીસે અશોકની પણ ધરપકડ કરી છે.