અમદાવાદ: મણીનગરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઇન કરાયેલી મહિલા પતિ સાથે ફરાર
અમદાવાદ, તા.2 ઓગસ્ટ 2020, રવિવાર
મણીનગરમાં શ્રીધર એપારટમેન્ટમાં રહેતા નીલમબેન મનિષભાઇ ગાયકવાડને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને 14 દિવસ માટે તેમના ઘરે હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. દરમિયાન સંજીવની ઘર સેવાની ટીમ તેમના ઘરે તપાસ કરતા નીલમબેન તેમના પતિ સાથે તેમના પુનાના ઘરે જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આથી બંને વિરુદ્ધ મણીનગર પોલીસ સ્ટેશનમાં હોમ ક્વોરન્ટાઇન ભંગની ફરિયાદ નોંધી છે.