For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાથી સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત હવે મહારાષ્ટ્ર સાથે સંયુક્ત ટોચના સ્થાને

- શનિવાર સાંજ સુધીમાં મહારાષ્ટ્ર-ગુજરાતમાં 4-4નાં મોત

- કોરોનાના 55 કેસ સાથે ગુજરાત પાંચમા સ્થાને : હજુ 51 દર્દી સારવાર હેઠળ

Updated: Mar 28th, 2020

કોરોનાથી સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત હવે મહારાષ્ટ્ર સાથે સંયુક્ત ટોચના સ્થાને

અમદાવાદ, તા. 28 માર્ચ 2020, શનિવાર

વૈશ્વિક મહામારી કોરોના હવે ભારતમાં પણ કાળ બનીને કેર વર્તાવી રહી છે. શનિવાર સાંજ સુધીમાં કોરોનાથી જે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત સંયુક્ત રીતે મોખરે છે.  ગુજરાતમાં શનિવારે સાંજ સુધી કોરોનાના ૫૫ પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેમાંથી ચારના મૃત્યુ થયા છે જ્યારે હજુ ૫૧ વ્યક્તિ સારવાર હેઠળ છે.  ગુજરાતમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ ૧૯ માર્ચે નોંધાયો હતો.

આમ, આજની સ્થિતિ પ્રમાણે દરરોજ સરેરાશ ૫થી વધુ નવા કેસ નોંધાઇ રહ્યા છે.  કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, ઉત્તર પ્રદેશ બાદ રાજસ્થાન સાથે ગુજરાત સંયુક્ત છઠ્ઠા સ્થાને છે. કેરળ, તામિલનાડુ, દિલ્હી, પંજાબ, જમ્મુ કાશ્મીર, બિહાર, હિમાચલ પ્રદેશમાં કોરોનાથી ૧-૧ના મોત થયા છે.

કોરોનાથી સૌથી વધુ મૃત્યુ?

રાજ્ય

કેસ

સાજા થયા

મૃત્યુ

મહારાષ્ટ્ર

૧૮૧

૨૫

૦૪

ગુજરાત

૫૫

--

૦૪

કર્ણાટક

૭૬

૦૫

૦૩

મધ્ય પ્રદેશ

૩૪

--

૦૨

કેરળ

૧૮૨

૧૨

૦૧

(*શનિવારે રાત્રે ૮ સુધીના આંકડા) 

Gujarat