Gujarat
હાઇકોર્ટના કન્ટેમ્પ્ટ કેસોનો સત્વરે નિકાલ કરવા તાકીદ
By GS Team
19 Nov 20211 min read
This article was originally published on 19 Nov 2021

અમદાવાદ,
શુક્રવાર
ગુજરાત હાઇકોર્ટમાં ઘણાં વર્ષોથી પેન્ડિંગ કન્ટેમ્પ્ટ ઓફ
કોર્ટ એટલે કે કોર્ટ તિરસ્કારના કેસોનો જલદીથી નિકાલ કરવા ચીફ જસ્ટિસ અરવિંદ
કુમારે તાકીદ કરી હતી. તેમણે કહ્યું હતું કે ઘણાં કન્ટેમ્પ્ટ કેસો પાંચ વર્ષથી કે
તેથી પણ વધુ સમયથી પેન્ડિંગ છે. આવાં કેસોનો જલદી નિકાલ થવો જરૃરી છે. જેથી
સરકારને આવાં કેસોની યાદી રજૂ કરવા નિર્દેશ કરાયો છે. કન્ટેમ્પ્ટ કેસોના નિકાલના
કારણે પેન્ડિંગ કેસોની સંખ્યામાં ઘણો ઘટાડો નોંધાય તેવી શક્યતા છે.




