જુલાઇના 28 દિવસમાં કોરોનાના 25,000થી વધુ કેસ-525 મૃત્યુ
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1108 કેસ- 24ના મોત
- 13198 એક્ટિવ કેસ-87 દર્દી વેન્ટિલેટરમાં, 1032 ડિસ્ચાર્જ: સુરતમાં 293 સાથે હવે કુલ કેસ 12,000થી વધુ
અમદાવાદ, મંગળવાર
ગુજરાતમાં છેલ્લા
૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧૧૦૮ કેસ નોંધાયા છે જ્યારે ૨૪ વ્યક્તિના મૃત્યુ થયા છે. આ
સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૫૭૯૮૨ ઉપર પહોંચ્યો છે જ્યારે કુલ મરણાંક
૨૩૭૨ છે. જુલાઇના ૨૮ દિવસમાં જ ગુજરાતમાં હવે કોરોનાના ૨૫૩૩૯ કેસ નોંધાઇ ચૂક્યા છે
અને ૫૨૫ વ્યક્તિના મૃત્યુ થયેલા છે. ગુજરાતમાં હાલ ૧૩૧૯૮ એક્ટિવ કેસ છે અને ૮૭ દર્દી
વેન્ટિલેટર પર છે.
છેલ્લા ૨૪ કલાક
દરમિયાન કોરોનાના કુલ કેસનો આંક અમદાવાદમાં ૨૬ હજાર જ્યારે સુરતમાં ૧૨ હજારને પાર થયો
છે. સુરત શહેરમાં ૧૯૯-ગ્રામ્યમાં ૯૪ એમ કુલ ૨૯૩ નવા કેસ નોંધાયા હતા. સુરતમાં કોરોનાના
કુલ કેસનો આંક હવે ૧૨૨૨૩ છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં ૧૪૭-ગ્રામ્યમાં ૯ એમ કુલ ૧૫૬
નવા કેસ નોંધાયા હતા. આમ, અમદાવાદમાં ૮ જુલાઇ બાદ કોરોનાના સૌથી ઓછા દૈનિક કેસ નોંધાયા
હતા. હવે અમદાવાદમાં કોરોનાના કુલ કેસ હવે ૨૬૦૩૨ છે. બીજી તરફ વડોદરા શહેરમાં ૭૫-ગ્રામ્યમાં
૧૬ એમ કુલ ૯૧, રાજકોટ શહેરમાં ૪૯-ગ્રામ્યમાં ૩૦ એમ કુલ ૭૯, ભાવનગર શહેરમાં ૧૮-ગ્રામ્યમાં
૨૦ એમ કુલ ૩૮, ગાંધીનગર ગ્રામ્યમાં ૩૫-શહેરમાં ૯ એમ કુલ ૪૪ નવા કેસ સામે આવ્યા હતા.
અન્ય જિલ્લાઓમાંથી
બનાસકાંઠામાં ૩૪, સુરેન્દ્રનગરમાં ૩૨, અમરેલીમાં ૨૬, નવસારીમાં ૨૧, મહીસાગરમાં ૨૦,
ભરૃચ-પંચમહાલમાં ૧૯ મહેસાણા-પાટણ-વલસાડમાં ૧૮ નવા કેસ નોંધાયા હતા. ગુજરાતમાં હવે દેવભૂમિ
દ્વારકા-પોરબંદર-ડાંગ જ એવા જિલ્લાઓ છે જ્યાં કોરોનાના કુલ કેસ ૧૦૦થી ઓછા છે. જેમાં
દેવભૂમિ દ્વારકામાં ૪૫, પોરબંદરમાં ૪૪, ડાંગમાં ૧૫ કેસનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪
કલાકમાં સુરતમાંથી ૧૨, અમદાવાદમાંથી ૪, ભાવનગર-રાજકોટ-જામનગરમાંથી ૨ જ્યારે ગાંધીનગર-વડોદરામાંથી
૧-૧ના મૃત્યુ થયા હતા. આમ, કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૧૫૮૩, સુરતમાં ૩૭૯,
વડોદરામાં ૭૧, ભાવનગરમાં ૨૪, રાજકોટમાં ૨૬, જામનગરમાં ૧૨ છે.
એક્ટિવ કેસનું
પ્રમાણ હવે અમદાવાદ કરતાં સુરતમાં વધુ છે. સુરતમાં એક્ટિવ કેસ ૩૫૪૫ જ્યારે અમદાવાદમાં
૩૩૨૯ છે. જૂન માસના અંતે સુરતમાં ૧૪૩૮ એક્ટિવસ કેસ હતા. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૦૩૨
દર્દીઓ સાજા થયા હતા. આમ, કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓ હવે ૪૨૪૧૨ છે. જેમાં સુરતમાંથી
સૌથી વધુ ૨૪૮, અમદાવાદમાંથી ૧૬૬, રાજકોટમાંથી ૭૧, વડોદરામાંથી ૫૧ દર્દીઓને રજા અપાઇ
હતી. હવે અમદાવાદમાંથી જ ૨૧ હજાર દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. ગુજરાતમાં હાલ ૪.૭૨
લાખ દર્દીઓ ક્વોરન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૨૨૪૮ ટેસ્ટ સાથે ગુજરાતમાં
કુલ ટેસ્ટ હવે ૬,૯૦,૦૯૨ થયા છે.
અમદાવાદ કરતાં
સુરતમાં વધુ એક્ટિવ કેસ
જિલ્લો કુલ કેસ એક્ટિવ
કેસ
સુરત ૧૨૨૨૩ ૩૫૪૫
અમદાવાદ ૨૬૦૩૨ ૩૩૨૯
વડોદરા ૪૩૬૭ ૮૬૩
રાજકોટ ૧૫૫૯ ૭૫૨
મહેસાણા ૭૬૦ ૪૪૩
ભાવનગર ૧૨૫૨ ૩૮૦
દાહોદ ૪૯૦ ૩૬૫
ગાંધીનગર ૧૩૫૬ ૩૩૩
સુરેન્દ્રનગર ૬૭૫ ૩૨૭
ભરૃચ ૭૮૮ ૨૩૯
રાજ્યમાં કુલ ૫૭૯૮૨ ૧૩૧૯૮
કોરોનાથી વધુ
મૃત્યુ : ગુજરાત ચોથા સ્થાને
રાજ્ય કેસ મૃત્યુ
મહારાષ્ટ્ર ૩,૯૧,૪૪૦ ૧૪,૧૬૫
દિલ્હી ૧,૩૨,૨૭૫ ૩૮૮૧
તમિલનાડુ ૨,૨૭,૬૮૮ ૩૬૫૯
ગુજરાત ૫૭,૯૮૨ ૨૩૭૨
કર્ણાટક ૧,૦૭,૦૦૧ ૨૦૫૭
ઉત્તર પ્રદેશ ૭૩,૯૫૧ ૧૪૯૭
પ.બંગાળ ૬૨,૯૬૪ ૧૪૪૯
આંધ્ર પ્રદેશ ૧,૧૦,૨૯૭ ૧૧૪૮