Get The App

ગુજરાતમાં કોરોનાએ પ્રથમવાર 1100ની સપાટી વટાવી, 13 હજારથી વધુ એક્ટિવ કેસ

- છેલ્લા 24 કલાકમાં વધુ 1110 કેસ-21ના મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં તમામ 33 જિલ્લામાં નવા કેસ : સુરતમાં સૌથી વધુ 299, અમદાવાદમાં 163ને સંક્રમણ

Updated: Jul 27th, 2020

GS TEAM

Google News
Google News

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં કોરોના વાયરસ સતત નવી સપાટી વધાવી રહ્યો છે, છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીની સર્વોચ્ચ૧૧૧૦ વ્યક્તિ સંક્રમિત થઇ છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૫૫૮૨૨ થયો છે. છેલ્લા પાંચ દિવસમાં જ ગુજરાતમાં કોરોનાના કુલ ૫૩૫૭ કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલ ગુજરાતમાં ૧૩૧૩૧ એક્ટિવ કેસ છે અને ૮૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૧ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૨૩૨૬ થયો છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં તમામ ૩૩ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. ડાંગ જિલ્લામાં અત્યારસુધી કોરોનાના કુલ કેસ ૯ હતા.પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં જ વધુ ૬ કેસ નોંધાયા હતા. જોકે, સૌથી ચિંતાજનક સ્થિતિ સુરતમાં છે જ્યાં કોરોનાના કેસની ગતિ અટકવાનું જાણે નામ જ લઇ રહી નથી. છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં ૨૦૧-ગ્રામ્યમાં ૯૮ એમ કુલ ૨૯૯ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક ૧૧૬૭૨ થયો છે.બીજી તરફ અમદાવાદ શહેરમાં ૧૫૨-ગ્રામ્યમાં ૧૧ એમ કુલ ૧૬૩ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં ૯ જુલાઇ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક ૨૫૬૯૨ થયો છે.

ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં વડોદરામાં ૯૨,ે રાજકોટમાં ૭૨, અમરેલીમાં ૩૯, બનાસકાંઠામાં ૩૫, ભાવનગર ૩૧, દાહોદમાં ૩૦, નર્મદામાં  ૨૬, સુરેન્દ્રનગરમાં ૨૪, છાટા ઉદેપુર-પાટણમાં ૨૨, જુનાગઢ-કચ્છમાં ૨૦, ભરૃચમાં ૧૯, ગીર સોમનાથ-મહેસાણા-નવસારી-પંચમહાલમાં ૧૮નો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ ૧૨, અમદાવાદમાંથી ૩, વડોદરામાંથી ૨, ગાંધીનગર-જામનગર-મોરબી-રાજકોટમાંથી ૧-૧ના મૃત્યુ થયા હતા. આમ, કુલ મૃત્યુઆંક હવે અમદાવાદમાં ૧૫૭૫, સુરતમાં ૩૫૮, ગાંધીનગરમાં ૩૯ છે.

છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૫૩ દર્દીઓ સાજા થયા છે. આમ, કાોરોનાથી ડિસ્ચાર્જ મેળવનારા દર્દીઓનો આંક હવે વધીને ૪૦૩૬૫ થયો છે.  આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે ગુજરાતમાં સાજા થવાનો દર ૭૨.૩૧% છે. ગુજરાતમાં હાલ ૩.૬૪ લાખ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે.

ગુજરાતમાં જુલાઇ મહિનામાં અત્યારસુધી ૨૬માંથી ૨૩ દિવસમાં કોરોના સંક્રમણના વિક્રમી કેસ નોંધાયેલા છે.

 

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૨૧૭૦૮ ટેસ્ટ

કોરોનાના વધુ કેસ ધરાવતા અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ આખરે કોરોના ટેસ્ટનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૭૦૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગુજરાતમાં કુલ ટેસ્ટનો આંક હવે ૬,૪૨,૩૭૦ થયો છે. આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે રાજ્યની વસતી ધ્યાને લેતા પ્રતિ દિવસે ૩૩૩.૯૬ ટેસ્ટ પ્રતિ મિલિયન થયા છે.

 

એક મહિનામાં એક્ટિવ કેસમાં બે ગણાથી વધુનો વધારો

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં એક્ટિવ કેસ બમણા થયા છે. બરાબર એક મહિના અગાઉ ૨૬ જૂનના એક્ટિવ કેસ ૬૩૪૮ હતો. હવે બરાબર એક મહિના બાદ એક્ટિવ કેસ ૧૩૧૩૧ થયા છે. હાલ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧.૪૮ લાખ એક્ટિવ કેસ છે.

 

ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં કેસ-ટેસ્ટ

તારીખ          કેસ     ટેસ્ટ

૧૭ જુલાઇ      ૯૪૯   ૧૨૮૩૦

૧૮ જુલાઇ      ૯૬૦   ૧૨૨૯૭

૧૯ જુલાઇ      ૯૬૫   ૧૧૮૨૫

૨૦ જુલાઇ      ૯૯૮   ૧૨૮૬૭

૨૧ જુલાઇ      ૧૦૨૬ ૧૩૬૯૩

૨૨ જુલાઇ      ૧૦૨૦ ૧૪૦૨૪

૨૩ જુલાઇ      ૧૦૭૮ ૧૪૮૫૫

૨૪ જુલાઇ      ૧૦૬૮ ૧૫૧૫૭

૨૫ જુલાઇ      ૧૦૮૧ ૧૩૯૪૪

૨૬ જુલાઇ      ૧૧૧૦ ૨૧૭૦૮

કુલ     ૧૦૨૫૫        ૧૪૩૨૦૦

Tags :