ગુજરાતમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક આખરે 5 લાખને પાર
- છેલ્લા 24 કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ 12830 ટેસ્ટ
- અમદાવાદમાંથી સૌથી વધુ 1.63 લાખ, સુરતમાંથી 64143, વડોદરામાંથી 30043ના ટેસ્ટ થયા
અમદાવાદ,શુક્રવાર
ગુજરાતમાં કોરોનાના
પ્રથમ કેસને ચાર મહિના પૂરા થયા છે ત્યારે આખરે વહિવટી તંત્ર વધુ ટેસ્ટ કરવા તરફ ધીરે
ધીરે આગળ ધપી રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ ૧૨૮૩૦
સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક આખરે ૫ લાખને પાર થયો છે. વધુ
ગુજરાતમાં કોરોનાનો
સૌપ્રથમ કેસ ૧૯ માર્ચે નોંધાયો હતો ૧ લાખ ટેસ્ટ ૭ મેના પૂરા થયા હતા. આમ, પ્રથમ કેસથી
૧ લાખ ટેસ્ટ સુધી પહોંચવામાં ૪૯ દિવસ થયા હતા. ૧ લાખથી ૨ લાખ ટેસ્ટ સુધી પહોંચવામાં
૨૨ દિવસ થયા હતા. જોકે, જુલાઇમાં છેલ્લા એક સપ્તાહથી ટેસ્ટ વધારવામાં આવ્યા છે. હાલ
જુલાઇ મહિનામાં જ ગુજરાતમાં કુલ ૧,૩૮,૩૮૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સરેરાશ
૧૦ લાખની વસતીએ ૭૫૩૭ વ્યક્તિના ટેસ્ટ થયા છે.
૧૬ જુલાઇની સ્થિતિએ અમદાવાદમાંથી ૧.૬૩ લાખ, સુરતમાંથી
૬૪૧૪૩, વડોદરામાંથી ૩૦૦૪૩, રાજકોટમાંથી ૧૩૩૩૭, ગાંધીનગરમાંથી ૧૧૧૧૯, ભાવનગરમાંથી ૧૩૭૬૮ના
ટેસ્ટ થયેલા છે.સમગ્ર દેશમાંથી અત્યારે કર્ણાટકે સૌથી વધુ ૧૮ લાખ ટેસ્ટ કરેલા છે.