ગુજરાતમાં હજુ સુધી મોસમનો 34.53% વરસાદ
- દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં બે દિવસ અતિભારે વરસાદની વકી
- અમદાવાદમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી
અમદાવાદ,ગુરુવાર
ગુજરાતમાં ૧૧.૨૯
ઈંચ સાથે મોસમનો સરેરાશ ૩૪.૫૩% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ
દરમિયાન દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી
છે.
હવામાન વિભાગે
જણાવ્યું છે કે, 'શુક્રવારે દક્ષિણ ગુજરાતના વલસાડ- દમણ- ડાંગ- સુરત- નવસારી, સૌરાષ્ટ્રના
ગીર સોમનાથ-દીવમાં અતિભારે, નર્મદા-તાપી-પોરબંદર-જામનગર-દ્વારકા-કચ્છમાં ભારે જ્યારે
શનિવારે અમરેલી-ગીર સોમનાથમાં અતિ ભારે, નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-જુનાગઢ-ભાવનગર-દીવમાં
ભારે વરસાદ પડી શકે છે. ' અમદાવાદમાં આજે દિવસનું તાપમાન ૩૫.૮ ડિગ્રી જ્યારે ભેજનું
પ્રમાણ સવારે ૮ઃ૩૦ના ૯૪%-સાંજે ૫ઃ૩૦ના ૬૬% નોંધાયું હતું. અમદાવાદમાં આગામી બે દિવસ
ગાજવીજ સાથે વરસાદ પડે તેની પૂરી સંભાવના છે.
અમદાવાદમાં આજે
દિવસ દરમિયાન ઉકળાટ-બફારાથી લોકો ત્રસ્ત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં સામાન્ય
રીતે સૌરાષ્ટ્ર કરતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું વધારે પ્રમાણ હોય છે. પરંતુ આ વખતે
અત્યારસુધી વિરોધાભાસભરી સ્થિતિ છે. હાલમાં
રાજ્યમાંથી સૌરાષ્ટ્રમાં ે૧૭ ઈંચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ૧૧.૨૯ ઈંચ વરસાદ નોંધાયો
છે.