અમદાવાદ, શનિવાર
ગુજરાતમાં કોરોના
વાયરસ તેના 'રાક્ષસી પંજા'નો વ્યાપ દિવસેને દિવસે વધારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં
રેકોર્ડબ્રેક ૯૬૦ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૭૪૭૬ થઇ ગયો છે. જુલાઇ
માસના ૧૮ દિવસમાં જ ગુજરાતમાં હવે કોરોનાના
નવા ૧૪૮૩૩ કેસ નોંધાઇ ચૂક્યા છે. વધુ ૧૯ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૨૧૨૬ થઇ ગયો
છે. રાહતની વાત એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં વિક્રમી ૧૦૬૧ દર્દીઓને રજા આપવામાં આવી
છે.
છેલ્લા ૨૪ કલાકમાં
દેવભૂમિ દ્વારકા-પોરબંદર સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા
હતા. સુરતમાં વધુ ૨૬૮ સાથે કોરોનાના કુલ કેસનો આંક ૯૪૦૯ થયો છે. માત્ર જુલાઇના ૧૭ દિવસમાં
સુરતમાં કોરોનાના ૪૫૮૦ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ સ્થિતિએ સુરતમાં જુલાઇ માસમાં પ્રતિ
કલાકે સરેરાશ ૧૧ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. આમ, સુરતમાં કોરોનાના કુલ કેસનો
આંક હવે ૧૦ હજારની નજીક છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસમાં ઘટાડા બાદ ફરી કોરોનાના
કેસમાં ઉછાળો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૯૯ સાથે અમદાવાદમાં કોરોનાના કુલ કેસ
હવે ૨૪૧૬૩ થઇ ગયા છે. અમદાવાદમાં જુલાઇના ૧૭ દિવસમાં કોરોનાના ૩૨૫૦ કેસ નોંધાયેલા છે.
વડોદરામાં વધુ ૭૮ સાથે કુલ કેસનો આંક હવે ૩૫૦૮ છે. ૩૦ જૂન સુધી વડોદરામાં કુલ કેસનો
આંક ૨૨૬૭ હતો.
અન્ય જિલ્લાઓ
કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ કેસ નોંધાયા તેમાં ૫૭ સાથે રાજકોટ, ૪૦ સાથે જૂનાગઢ,
૩૬ સાથે ભાવનગર, ૨૮ સાથે ગાંધીનગર, ૨૪ સાથે મહેસાણાનો સમાવેશ થાય છે. કુલ કેસની રીતે
ગાંધીનગર ૧૦૬૧ સાથે ચોથા, રાજકોટ ૯૩૩ સાથે પાંચમાં, ભાવનગર ૮૭૮ સાથે છઠ્ઠા સ્થાને છે.
આમ, રાજકોટમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૧ હજારની નજીક છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી
૭-૭ના, કચ્છમાંથી ૨ના, બનાસકાંઠા-રાજકોટ-નવસારીમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ
થયા હતા.
કોરોનાથી કુલ
મરણાંક હવે અમદાવાદમાં ૧૫૪૪, સુરતમાં ૨૪૬, કચ્છમાં ૯, બનાસકાંઠામાં ૧૭, રાજકોટમાં ૨૧,
નવસારીમાં ૩ છે. ગુજરાતમાં હાલ ૧૧૩૪૪ એક્ટિવ કેસમાંથી ૭૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૦૬૧ સાથે કોરોનાથી ડિસ્ચાર્જ થનારા કુલ દર્દીઓનો આંક હવે ૩૪૦૦૫
થઇ ગયો છે. રાજ્યના જે જિલ્લાઓમાંથી છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા
તેમાં ૩૩૭ સાથે સુરત, ૧૬૯ સાથે અમદાવાદ, ૧૩૯ સાથે રાજકોટ, ૧૦૨ સાથે વડોદરાનો સમાવેશ
થાય છે. ગુજરાતમાં હાલ ૩.૮૨ લાખ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે.
ક્યાં સૌથી વધુ
એક્ટિવ કેસ?
જિલ્લો એક્ટિવ કેસ
અમદાવાદ ૩૬૫૮
સુરત ૨૮૪૮
વડોદરા ૬૬૦
ભાવનગર ૫૯૬
રાજકોટ ૫૦૩
ગાંધીનગર ૨૯૪
મહેસાણા ૨૯૩
સુરેન્દ્રનગર ૨૪૮
ભરૃચ ૨૧૧
વલસાડ ૨૦૯
જુનાગઢ ૧૯૯
જામનગર ૧૯૮
કયા રાજ્યમાં
સૌથી વધુ એક્ટિવ કેસ?
રાજ્ય એક્ટિવ કેસ
મહારાષ્ટ્ર ૧,૨૩,૩૭૭
તામિલનાડુ ૪૯,૪૫૫
કર્ણાટક ૩૩,૨૦૧
આંધ્ર પ્રદેશ ૨૨,૨૬૦
ઉત્તર પ્રદેશ ૧૭,૨૬૪
દિલ્હી ૧૬,૭૧૧
પશ્ચિમ બંગાળ ૧૫,૫૯૪
તેલંગાણા ૧૩,૩૮૮
ગુજરાત ૧૧,૩૪૪

