ગુજરાતમાં વધુ 1081 કેસ , પ્રતિ કલાકે સરેરાશ 45 વ્યક્તિને કોરોના
- 12795 એક્ટિવ કેસ, 87 વેન્ટિલેટર પર : વધુ 22ના મૃત્યુ
- સુરતમાં 276-અમદાવાદમાં 180 કેસ : વડોદરામાં કુલ કેસ હવે 4 હજારથી વધુ : 782 દર્દીઓ ડિસ્ચાર્જ
અમદાવાદ, શનિવાર
ગુજરાતમાં સતત
ચોથા દિવસે કોરોના વાયરસના ૧ હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના
સર્વોચ્ચ ૧૦૮૧ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૫૪૭૧૨ થયો છે. આમ, આ સ્થિતિએ
ગુજરાતમાં પ્રતિ ૧ કલાકે સરેરાશ ૪૫ વ્યક્તિને કોરોના સંક્રમણ થઇ રહ્યું છે. હાલ ૧૨૭૯૫
એક્ટિવ કેસ અને ૮૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૨ સાથે કોરોનાથી
કુલ મરણાંક ૨૩૦૫ થયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં
ડાંગ સિવાય તમામ જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા. ડાંગમાં હાલ એકપણ એક્ટિવ
કેસ નથી. સુરતમાં કોરોનાની હરણફાળ જારી રહી છે અને છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૭૬ કેસ નોંધાયા
છે. આમ, સુરતમાં હવે જુલાઇના ૨૫ દિવસમાં કોરોનાના કુલ કેસનો આંક ૬૫૪૪ થયો છે. સુરતમાં
કોરોનાના કુલ ૧૧૭૩૭૩ કેસ છે અને તેમાંથી ૩૩૦૭ એક્ટિવ છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી
વધુ ૧૧ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૩૪૬ થયો છે અને વધુ ૧૬૭ દર્દીને રજા આપવામાં આવી
હતી. સુરતમાં અત્યારસુધી કુલ ૭૭૨૦ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અમદાવાદમાં વધુ ૧૮૦
સાથે કોરોનાના કુલ કેસનો આંક ૨૫૫૨૯ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪ વ્યક્તિના મૃત્યુ
થયા હતા જ્યારે ૧૭૦ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
કોરોનાના કુલ
કેસમાં હવે વડોદરા પણ ૪ હજારને વટાવી ચૂક્યું છે. વડોદરામાં અત્યારસુધીના સર્વોચ્ચ
દૈનિક ૯૪ કેસ સાથે કુલ કેસનો આંક હવે ૪૦૮૮ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨ના મૃત્યુ સાથે
વડોદરામાં કોરોનાથી કુલ ૬૫ વ્યક્તિના મૃત્યુ થયા છે. રાજકોટમાં પણ હવે કોરોનાના કેસ
સતત વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૫ સાથે કુલ કેસ હવે ૧૩૩૪ છે. રાજકોટમાં જુલાઇના
૨૫ દિવસમાં ૧૦૬૫ કેસ નોંધાઇ ચૂક્યા છે. પાટનગર ગાંધીનગરમાં ૨૯ સાથે કોરોનાના કુલ કેસનો
આંક ૧૨૫૯ થયો છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં ૪૧ સાથે ભાવનગર,
૩૭ સાથે જુનાગઢ, ૩૪ સાથે બનાસકાંઠા, ૨૯ સાથે સુરેન્દ્રનગર, ૨૫ સાથે મહેસાણા-ભરૃચ, ૨૩
સાથે જામનગર, ૨૧ સાથે પાટણ, ૨૫ સાથે દાહોદ, ૨૩ સાથે ગીર સોમનાથનો સમાવેશ થાય છે.
ગુજરાતમાંથી અન્યત્ર
વડોદરામાંથી ૨, ગાંધીનગર-જુનાગઢ-કચ્છ-રાજકોટમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા
હતા. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૮૨ સાથે કુલ ૩૯૬૧૨ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં
વધુ ૧૩૯૪૪ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૬,૨૦,૬૬૨ થયો છે. આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે
ગુજરાતની વસતીને ધ્યાને લેતા પ્રતિ દિવસે ૨૧૪.૨૨ ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે. ગુજરાતમાં
હાલ ૪.૫૭ લાખ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે.
જિલ્લો કેસ મૃત્યુ
સુરત ૬૫૪૪ ૧૮૮
અમદાવાદ ૪૬૧૬ ૧૩૧
વડોદરા ૧૮૨૧ ૧૮
રાજકોટ ૧૦૬૫ ૧૫
ભાવનગર ૮૮૯ ૦૮
જુનાગઢ ૬૨૧ ૦૭
ગાંધીનગર ૬૦૫ ૦૯
જામનગર ૩૫૧ ૦૫
કયા રાજ્યમાં
વધુ એક્ટિવ કેસ?
રાજ્ય એક્ટિવ કેસ
મહારાષ્ટ્ર ૧,૪૫,૪૮૧
કર્ણાટક ૫૫,૩૮૫
તમિલનાડુ ૫૨,૨૭૩
આંધ્ર પ્રદેશ ૪૪,૪૩૧
ઉત્તર પ્રદેશ ૨૨,૪૫૨
પ.બંગાળ ૧૯,૩૯૧
ગુજરાત ૧૨,૭૯૫
દિલ્હી ૧૨,૬૫૭