Get The App

ગુજરાતના DGP તરીકે અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની નિમણૂંક

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
ગુજરાતના DGP તરીકે અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની નિમણૂંક 1 - image

અમદાવાદ, તા. 31 જુલાઈ 2020, શુક્રવાર

રાજ્યના નવા પોલીસવડા તરીકે અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યનાં DGP શિવાનંદ ઝા આજે નિવૃત થવાના છે ત્યારે નવા DGP તરીકે અશિષ ભાટિયાના નામ પર મહોર લગાવવામાં આવી છે. આવતીકાલે તેઓ ચાર્જ સંભાળશે. DGPના પદ માટે તેમનું નામ સૌથી આગળ હતું.

અશિષ ભાટિયા 1985ની બેચના આઈપીએસ ઓફિસર છે. હાલ તેઓ અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. આ અગાઉ તેઓ સુરત પોલીસ કમિશ્નર તરીકે પણ રહી ચુક્યા છે. વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા બોંબ બ્લાસ્ટ કેસ ઉકેલવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી.

આશિષ ભાટિયા ડીજીપીનો પદભાર સંભાળતા અમદાવાદ પોલીસ કમિશ્નરની જગ્યા ખાલી પડી છે. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નર પદે સંજય શ્રીવાસ્તવ, કેશવકુમાર અને અજય તોમારના નામની ચર્ચા છે. આ મુદ્દે ગૃહ મંત્રી પ્રદિપ જાડેજાએ કહ્યું કે, આગામી દિવસોમાં અમદાવાદ પોલીસ કમિશ્નરના નામની જાહેરાત કરવામાં આવશે.

Tags :