આજે સતત ત્રીજા દિવસે 1 હજારથી વધારે કેસ નોંધાયા, 28ના મોત, 718 દર્દીઓ સ્વસ્થ થયાં
અમદાવાદ, તા. 23 જુલાઈ 2020, ગુરુવાર
રાજ્યમાં કોરોના સંક્રમણની સાઈકલ અનબ્રેકેબલ બની છે. આજે સતત ત્રીજા દિવસે પણ કોરોનાના નોંધાયેલા પોઝિટિવ કેસનો આંકડો 1 હજારને પાર આવ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં દરરોજ નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1078 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 28 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2257 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 52,563 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 718 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.
આજે નોંધાયેલા કુલ 1078 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 181 અને જિલ્લામાં 75 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 187 અને જિલ્લામાં 23 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 71 અને જિલ્લામાં 11 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 44 અને જિલ્લામાં 15, ભાવનગર કોર્પોરેશન એરિયામાં 23 અને જિલ્લામાં 16 કેસ નોંધાયા છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 89 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 12,259 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 37,958 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2257 થયો છે.
જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત