Get The App

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત્: છેલ્લા 24 કલાકમાં 495 નવા કેસ, 31ના મોત

Updated: Jun 12th, 2020

GS TEAM

Google News
Google News
રાજ્યમાં કોરોનાનો કેર યથાવત્: છેલ્લા 24 કલાકમાં 495 નવા કેસ, 31ના મોત 1 - image

અમદાવાદ, તા. 12 જુન 2020, શુક્રવાર

રાજ્યમાં કોરોનાની રફ્તાર યથાવત્ જ છે. છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોનો આંકડો 500ની આસપાસ રહે છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 495 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 31 લોકોના કોરોનાના કારણે મોત થયાં છે. આજના દિવસમાં 392 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.

સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 495 કેસ પૈકી આજે અમદાવાદમાં 327 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 77 કેસ, વડોદરામાં 37, મહેસાણામાં 07 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 22,665 થઈ છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 68 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 5577 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 15501 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1416 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 278,137 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 31 લોકોના મોત થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1416 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ

327

સુરત

77

વડોદરા

37

મહેસાણા

07

ગાંધીનગર

05

રાજકોટ

05

ભરૂચ

05

કચ્છ

04

બોટાદ

04

સુરેન્દ્રનગર

04

નવસારી

04

પંચમહાલ

03

ભાવનગર

02

સાબરકાંઠા

02

પાટણ

02

જામનગર

02

અમરેલી

02

બનાસકાંઠા

01

અરવલ્લી

01

નર્મદા

01

કુલ

495

Tags :