ગુજરાતમાં કોરોનાની રફ્તાર વધી: છેલ્લા 24 કલાકમાં 513 કેસ નોંધાયા 38ના મોત
અમદાવાદ, તા. 11 જુન 2020, ગુરુવાર
રાજ્યમાં કોરોનાની રફ્તાર વધી રહી છે. આજે પણ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આવતા કોરોના પોઝિટિવ કેસનો આંકડો 500ને વટાવી ચુક્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 513 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 38 લોકોના કોરોનાના કારણે મોત થયાં છે. આજના દિવસમાં 366 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.
સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 513 કેસ પૈકી આજે અમદાવાદમાં 330 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 86 કેસ, વડોદરામાં 39, ગાંધીનગરમાં 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 22067 થઈ છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 61 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 5512 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 15109 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1385 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 272,924 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 38 લોકોના મોત થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1385 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે.
જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત
અમદાવાદ |
330 |
સુરત |
86 |
વડોદરા |
39 |
ગાંધીનગર |
11 |
ભરૂચ |
07 |
મહેસાણા |
05 |
આણંદ |
05 |
ભાવનગર |
03 |
જામનગર |
03 |
જુનાગઢ |
03 |
બનાસકાંઠા |
02 |
રાજકોટ |
02 |
અરવલ્લી |
02 |
સાબરકાંઠા |
02 |
કચ્છ |
02 |
ખેડા |
02 |
દાહોદ |
02 |
પંચમહાલ |
01 |
ગીર સોમનાથ |
01 |
સુરેન્દ્રનગર |
01 |
છોટા ઉદેપુર |
01 |
નર્મદા |
01 |
અન્ય રાજ્ય |
02 |
કુલ |
513 |