Get The App

વડોદરામાં ઓનલાઇન પ્રીમિયમની મંજૂરીથી સરકારને ૧૫૨ કરોડ મળ્યા

વર્ષ-૨૦૧૯માં ૪૬૬ અરજીઓનો નિકાલ કરાયો ઃ અરજીથી માંડી હુકમ સુધીની પ્રક્રિયા અરજદાર માટે ઓનલાઇન

Updated: Feb 6th, 2020

GS TEAM

Google News
Google News
વડોદરામાં ઓનલાઇન પ્રીમિયમની મંજૂરીથી સરકારને ૧૫૨ કરોડ મળ્યા 1 - image

 વડોદરા, તા.6 ફેબ્રુઆરી, ગુરૃવાર

મહેસુલી સેવાઓના ડિજિટલિકરણની એક આગવી પહેલના ભાગરૃપે રાજ્ય સરકારે ડિસેમ્બર-૨૦૧૮માં વડોદરા ઉપરાંત સુરત, ભરૃચ, રાજકોટ અને ગાંધીનગર જિલ્લાઓમાં જમીન વિષયક પ્રીમિયમની પ્રક્રિયા ઓનલાઇન કરવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૃ કર્યો હતો જેના હેઠળ રાજ્યમાં સહુથી પહેલા ઓનલાઇન પ્રીમિયમ માટે વડોદરા જિલ્લાના અરજદારની અરજી સ્વીકારવામાં આવી હતી અને એ અરજી ગ્રીન ચેનલમાં લઇને મંજૂર કરવામાં આવી હતી. આ અરજી હેઠળ અરજદાર દ્વારા પ્રીમિયમ પણ ઓનલાઇન ભરવામાં આવ્યું હતુ અને મંજૂરીનો હુકમ પણ અપાયો હતો.

આ સુવિદ્યાનો વડોદરા જિલ્લાના કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અમલ કરવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૧૯ના વર્ષ દરમિયાન વડોદરા જિલ્લામાં ડિસેમ્બર મહિના સુધીમાં પ્રીમિયમ માટેની ૪૬૬ અરજીઓને ઓનલાઇન મંજૂરી આપવામાં આવી હતી જેના પગલે સરકારી તિજોરીને રૃા.૧૫૨ કરોડથી વધુ રકમની માતબર આવક થઇ છે. ઓનલાઇન પ્રીમિયમની ૮૪ ટકા અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગણોતધારાની કલમ ૬૩ એ હેઠળ ૧૩૮ અરજીઓને અને જમીન મહેસુલ કાયદાની કલમ ૬૫ (ખ) હેઠળ ૧૫૩ અરજીઓને પરવાનગીઓ આપવામાં આવી હતી. વડોદરા જિલ્લાનો ઓનલાઇન પ્રીમિયમનો પાયલોટ પ્રોજેક્ટ રાજ્યમાં મોડલ તરીકે સ્વીકૃતિ પામ્યો હતો.

અરજદારો ઓનલાઇન અરજી સ્વીકારી લેવાય એ પછી કચેરીમાં ઓનલાઇન અપલોડ કરેલા દસ્તાવેજો જમા કરાવવા માટે જ કચેરીમાં આવે છે. તેમની અરજીની મંજૂરી, ના મંજૂરી, અરજી દફ્તરે કર્યાની જાણ મોબાઇલ સંદેશ દ્વારા કરવામાં આવે છે. મંજૂર કરવામાં આવેલી અરજીઓના પ્રીમિયમની ભરવાપાત્ર રકમ ચૂકવી શકે એ માટે એમના ઇમેઇલ આઇડી પર પ્રીમિયમની ઓનલાઇન ચુકવણી શક્ય બનાવતી લિંક મોકલાય છે અરજદાર પ્રીમિયમની ઓનલાઇન ચુકવણી કરે એટલે સોફ્ટવેર એની ઓનલાઇન ખરાઇ કરે છે જેના આધારે ઓનલાઇન મંજૂરી હુકમ બને છે અને આ મંજૂરી આદેશની સંબંધિત તાલુકા ઇ ધરા કેન્દ્રમાં આપમેળે નોંધ થઇ જતા રેકોર્ડ આપોઆપ અદ્યતન થાય છે. અરજદારે મહેસુલી રેકર્ડમાં અલાયદી નોંધ કરાવવાની રહેતી નથી.



Tags :