Get The App

પાંચ લાખ રૃપિયાની ખંડણી માટે બોયફ્રેન્ડને ધમકીભર્યા પત્રો લખી આપનાર યુવતીની ધરપકડ

મોહમ્મદ સલીમને ધંધામાં ખોટ જતા તેની ગર્લફ્રેન્ડ ધનશ્રી પાસે ગુજરાતીમાં ધમકીભર્યા પત્રો લખાવી વેપારીને મોકલ્યા હતા

Updated: Jan 19th, 2020

GS TEAM

Google News
Google News
પાંચ લાખ રૃપિયાની ખંડણી માટે  બોયફ્રેન્ડને ધમકીભર્યા પત્રો લખી આપનાર યુવતીની ધરપકડ 1 - image

 વડોદરાતા,19,જાન્યુઆરી,2020,રવિવાર

પાંચલાખ રૃપિયાની ખંડણી નહી આપો તો તમારી છોકરીઓ પર એસિડ ફેંકીશ તેવા ધમકીભર્યા પત્રો લખીને એક વેપારીને ડરાવવાના કેસમાં સંડોવાયેલા યુવતીની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે મકરપુરા એરફોર્સ સ્ટેશનની પાસે નંદનધામ સોસાયટીમાં રહેતાં વસંત પટેલના મકાનમાં અગાઉ ભાડે રહેતા મહોમ્મદસમીમ અરવરભાઇ મનસુરીના (રહે પાવનધામ કોમ્પલેક્સ દુકાન નંબર-૩ ની ઉપર પહેલા માળે, મૂળ રહે. મધ્યપ્રદેશ) ધંધામાં દેવું વધી જતા કોઇકની પાસેથી યેનકેન પ્રકારે પાંચ લાખ રૃપિયા પડાવી લેવા માટે ખતરનાક પ્લાન ઘડયો હતો. મહોમ્મદ સમીમે ગુજરાતમાં ધમકીભર્યા પત્રો લખીને પાંચ લાખ રૃપિયા વસંત પટેલ પાસે માંગ્યા હતાં અને જો રૃપિયા ના આપે તો વસંત પટેલની છોકરીઓ પર એસીડ ફેંકવાની ધમકી આપી હતી.

મકરપુરા પોલીસે વસંત પટેલની ફરિયાદના આધારે મહોમ્મદ સમીમની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે મહોમદ સમીમને ધમકીભર્યા પત્રો ધનશ્રી કુમારભાઇ કટાઉકર (રહે. આમ્રકુટિર સોસાયટી મકરપુરા એરફોર્સ રોડ) નામની યુવતી લખી આપતી હતી. જેથી મકરપુરા પોલીસે ધનશ્રી કટાઉકરની પણ ધરપકડ કરી છે.

ધનશ્રી અને મહોમ્મદ સમીમ અગાઉ એક સાથે નોકરી કરતા હતા. તે દરમિયાન બન્ને વચ્ચે મૈત્રી બધાઇ હતી. મહોમ્મદ સમીમે સ્ટેશનરીનો ધંધો શરૃ કર્યો હતો. પરંતુ આ ધંધામાં તેને ખોટ જતા બંન્નેએ ભેગા મળીને વેપારી વસંત પટેલને ધમકીભર્યા પત્રોથી ડરાવીને તેની પાસેથી લાખો રૃપિયા પડાવવાનું ષડયંત્ર ઘડયું હતું. અને આ માટે ધનશ્રીએ મોહમ્મદ સમીમને ધમકીભર્યા પત્રો લખ્યા હતા.

Tags :