Gujarat

બોગસ પાસપાર્ટ આધારે કુવૈત જતો બાંગ્લાદેશી રંગેહાથ પકડાયો

By GS Team
19 Mar 20221 min read
This article was originally published on 19 Mar 2022
બોગસ પાસપાર્ટ આધારે કુવૈત જતો બાંગ્લાદેશી રંગેહાથ પકડાયો

અમદાવાદ,શનિવાર

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી બોગસ પાસપોર્ટ આધારે કુવૈત જતા બાંગ્લાદેશના શખ્સને પકડી પાડયો હતો. એરપોર્ટ પોલીસે છેતરપીંડીનો ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.

ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરીને કોલકત્તા પાસપોર્ટ કચેરીથી પાસપોર્ટ બનાવ્યો હતો

અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ગઇકાલે સાંજે ઇમિગ્રેશન ચેકિંગ દરમિયાન બાંગ્લાદેશના વતની અનીક અનોકોલ સરકાર નામના શખ્સને શંકાના આધારે પકડીને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇમિગ્રેશન અધિકારીઓની પ્રાથમિક તપાસમાં  આરોપીએ ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ  કર્યો હતો અને કોલકત્તા ખાતેથી પોતાના નામના ચૂંટણીકાર્ડ આધારે પાસપોર્ટ બનાવ્યો હતો. આ પાસપોર્ટ આધારે કુવૈત દેશના વિઝા કઢાવીને કુવૈત જવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેના એજન્ટ સુધી પહાંેચવાની કાર્યવાહી હાથ ધરી છે.