હાથીખાનાના તોફાનોમાં વધુ પાંચ પથ્થરબાજોની ધરપકડ,અત્યાર સુધી 49 તોફાનીઓ પકડાયા
વડોદરા,તા.8 જાન્યુઆરી,2020,બુધવાર
હાથીખાનાના તોફાનોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ પાંચ પથ્થરબાજોની ધરપકડ કરી છે.
અમદાવાદમાં સીએએના વિરોધમાં બંધ દરમિયાન થયેલા તોફાનોની જેમ વડોદરામાં પણ તોફાનોનો તખ્તો ગોઠવાયો હતો.પરંતુ પોલીસે રેલીને મંજૂરી નહીં આપતાં તોફાનીઓ ફાવ્યા નહતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે,શુક્રવારે હાથીખાનામાં કેટલાક તોફાનીઓએ ઉશ્કેરણી કરતાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી વાહનોને નુકસાન કર્યું હતું.પથ્થરમારામાં એસીપી અને પીઆઇ સહિના કેટલાક પોલીસ કર્મીઓને ઓછીવત્તી ઇજાઓ પણ પહોંચી હતી.આ તોફાનોમાં પોલીસે વધુ પાંચની ધરપકડક કરતાં પથ્થરમારા અને તોફાનીઓને આશરો આપવા બદલ પકડાયેલાઓની સંખ્યા ૪૯ ઉપર પહોંચી છે.
પોલીસે પકડેલા તોફાનીઓમાં હાથીખાના અને ફતેપુરા વિસ્તારના (૧) રિફાકત રફીકભાઇ શેખ (તલાટી) (૨) ઇરશાદ ઉર્ફે બાબુ કાદરભાઇ ગરાસીયા (૩) શાહબાજ ઉર્ફે બાબા ઉર્ફે ડોમ ઝાકિરભાઇ મણિયાર (૪) જહાંગીર હસનભાઇ મણિયાર અને (૫) સરફરાજ હનિફભાઇ સંધીનો સમાવેશ થાય છે.