મણિનગરની સોસાયટીમાં એક પરિવારના પાંચ લોકો પોઝિટિવ
- શહેરમાં 229 માઈક્રોકન્ટેઈમેન્ટ એરીયા
- મણીનગર ઉપરાંત દક્ષિણના સાત વિસ્તાર સંક્રમણ વધતા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં
અમદાવાદ, તા. 25 જુલાઇ, 2020, શનિવાર
શહેરમાં નવા 18 વિસ્તારો કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા અમદાવાદના 229 વિસ્તાર માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે.
શનિવારે જાહેર કરવામાં આવેલા નવા વિસ્તારોમાં મણીનગરની એક સોસાયટીમાં રહેતા પરિવારના પાંચ સભ્યો કોરોના પોઝિટિવ થયા છે.શનિવારે દક્ષિણ ઝોનના સાત વિસ્તારોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે.
માહીતી મુજબ,શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા વિસ્તારોમાં ફરીથી કોરોના સંક્રમણ વધ્યું છે.દક્ષિણ અમદાવાદના મણીનગર,ઈસનપુર અને લાંભાના કુલ સાત વિસ્તારોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
મણીનગરમાં આવેલી અર્ચના સોસાયટીમાં રહેેતા વિ.હી.પ.ના જીલ્લા અધ્યક્ષ સહીત તેમના પરીવારના ચાર લોકો કોરોના પોઝિટિવ થયા હોવાનું આધારભૂતસુત્રોમાંથી જાણવા મળ્યુ છે. ઉપરાંત ઈસનપુર વિસ્તારમાં આવેલી અમિતપાર્ક સોસાયટીમાં 13 પોઝિટિવ કેસ મળતા 80 મકાનમાં રહેતા 329 લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે.
પશ્ચિમ અમદાવાદમાં વલ્લભપાર્કમાં પોઝિટિવ કેસ વધતા 55 મકાનોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે.વેજલપપુરની કૌમુદી સોસાયટી,ઈન્દ્રપ્રસ્થ-સાત તેમજ ગોતમાં આવેલ વંદેમાતરમ ટાઉનશીપમાં પણ નોંધપાત્ર કેસ વધતા માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે.