Get The App

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

Updated: Mar 22nd, 2024

GS TEAM

Google News
Google News
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં જુગાર રમતા પાંચ ઝડપાયા 1 - image


- કિશનવાડીના મકાન પાસે ખુલ્લા મેદાનમાં જુગાર રમતા પાંચ જુગારીઓને વારસિયા પોલીસે ઝડપી પાડ્યા છે

વડોદરા,તા.22 માર્ચ 2024,શુક્રવાર

વડોદરામાં વારસીયા પોલીસને માહિતી મળી હતી કે કિસનવાડી વુડાના મકાનમાં બ્લોક નંબર 5 સામેના ખુલ્લા મેદાનમાં કેટલાક લોકો રહ્યા છે. જેથી પોલીસે સ્થળ પર જઈને કોર્ડન કરીને પાંચ જુગારીઓને ઝડપી પાડી રોકડા તથા ત્રણ મોબાઇલ મળી કુલ રૂ.19,430 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (1) વિજય જગદીશભાઈ પંચાલ (2) મહેશ રમણભાઈ માછી (3) રાજુ દિનકર રાવ સિંદે (4) સુભાષ કેશવભાઈ પરમાર તમામ રહેવાસી કિશનવાડી વુડાના મકાનમાં તથા (5) વિક્રમભાઈ લાલભાઈ માછી રહેવાસી આમ્રપાલી નગર અખંડ આનંદ સોસાયટી પાછળ આજવા રોડનો સમાવેશ થાય છે.

Tags :