વડોદરા જેલના કર્મચારીએ લાકડા કાપનાર મારફતે સિમકાર્ડ સાથેનો મોબાઇલ કેદી સુધી પહોંચાડ્યો
વડોદરા,તા.21 જાન્યુઆરી,2020,મંગળવાર
જેલમાં સિમકાર્ડ સાથેનો મોબાઇલ કેદી સુધી પહોંચાડવામાં જેલના કોઇ કર્મચારીએ મુખ્ય ભૂમિકા ભજવી હોવાની વિગતો બહાર આવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,જેલમાંથી જામીન પર છુટેલા એક આરોપીએ મુતુર્જાને લાકડા કાપનાર યુવક સુધી મોબાઇલ પહોંચાડવા માટે જાણ કરી હતી.
મુતુર્જાએ મોબાઇલ અને સિમકાર્ડની વ્યવસ્થા કરી લાકડા કાપનાર સુધી પહોંચાડયા હતા.આ લાકડા કાપનારે જેલના કોઇ કર્મચારીને મોબાઇલ આપ્યો હતો અને તેનો ઉપયોગ કાચા કામના કેદીઓ કરી રહ્યા હતા.પોલીસે જેલ કર્મીની તપાસ હાથ ધરી છે.
જડતી સ્કવોડ આવતાં જ બારીમાંથી મોબાઇલ ફેંકાયો
જેલમાં તા.૫-૧૧-૨૦૧૯ના રોજ મોડી સાંજે જડતી સ્કવોડ દ્વારા ચેકિંગ કરાયું ત્યારે એક બારીમાંથી મોબાઇલ ફેંકાયો હતો.સિમકાર્ડ સાથેનો આ વોચમેને કબજે કર્યો હતો.આ ફોનનો ઉપયોગ કરવા બાબતે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
મુર્તુજાએ પોતાના નામે મોબાઇલ ખરીદ્યો, સિમ બીજાનું લીધું
પોલીસના જણાવ્યા પ્રમાણે,જેલમાં સિમકાર્ડ સાથેનો મોબાઇલ મોકલવાની વ્યવસ્થા કરનાર મુર્તુજાએ પોતાના નામે મોબાઇલ ખરીદ્યો હતો.જ્યારે,સિમકાર્ડ બીજાના નામનું કરાવ્યું હતું અને ત્યારબાદ લાકડા કાપવા જતા શ્રમજીવી યુવકને ફોન આપ્યો હતો.