Get The App

દારૂના નશામાં કાર હંકારીને જતા શખ્સે ટેક્સી સાથે અકસ્માત કરતાં ધરપકડ

- ધરપકડ કરાયેલા આરોપીની કારમાંથી દારૂની બોટલ મળી

- પ્રહલાદનગર રોડ પર બનેલો બનાવ

Updated: Aug 18th, 2019

GS TEAM

Google News
Google News
દારૂના નશામાં કાર હંકારીને જતા શખ્સે ટેક્સી સાથે અકસ્માત કરતાં ધરપકડ 1 - image


અમદાવાદ, તા.18 ઓગસ્ટ 2019, રવિવાર

પ્રહલાદનગર રોડ પર દારૂના નશામાં કાર લઈને જઈ રહેલા શખ્સે ટેક્સીને ટક્કર મારીને અકસ્માત કર્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થલે આવીને તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.

આ બનાવની વિગત મુજબ ૧૬ ઓગષ્ટના રોજ રાત્રે પ્રહલાદનગર રોડ પર હોલીડે ઈન્સ હોટેલ પાસે કારચાલકે ટેક્સીને અકસ્માત કર્યો હોવાનો ફોન પોલીસ કંટ્રોલરૂમને મળ્યો હતો. જેને પગલે આનંદનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા એક શખ્સ દારૂના નશામાં બિભત્સ વર્તન કરતો નજરે ચડયો હતો. દારૂના નશામાં તેણ ટ્ટેક્સીને અકસ્માત કર્યો હાવનું જણાયું હતું.

પોલીસે તેની પુછપરછ કરતા તેણે તેનું નામ થોમસ ભુપેન્દ્રભાઈ પટેલ (૩૨) અને તે સેટેલાઈટમાં આનંદનગર ફ્લેટમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. તે સિવાય પોલીસે વધુ તપાસ કરતા કારની પાછળની સીટ પરથી દારૂની બોટલ મળી આવી હતી. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 


Tags :