Get The App

મધ્ય પ્રદેશથી ટ્રકમાં દારૂનો જથ્થો ભરી ભાવનગર જવા નીકળેલો ચાલક વડોદરામાં ઝડપાયો

Updated: Aug 12th, 2023

GS TEAM

Google News
Google News
મધ્ય પ્રદેશથી ટ્રકમાં દારૂનો જથ્થો ભરી ભાવનગર જવા નીકળેલો ચાલક વડોદરામાં ઝડપાયો 1 - image

image : Freepik

વડોદરા,તા.12 ઓગષ્ટ 2023,શનિવાર

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો ભરી ગ્રે કલરની તવેરા કંપનીની ગાડી  ભાવનગર તરફ જવા ડભોઇ થઈ કપૂરાઈ બ્રિજ નીચેથી પસાર થવાની છે. જેના આધારે પોલીસે કપુરાઈ બ્રિજ નીચે વોચ ગોઠવી બાતમી મુજબની ગાડીને ઝડપી પાડી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ચાલક ડુંગરસિંહ વેરસિંહ તોમર (રાઠવા) (રહે- મધ્યપ્રદેશ )હોવાનું બહાર આવ્યું હતું. ગાડીની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂ.57,600 ની કિંમતની 144 બોટલો મળી આવી હતી. 

    આ દારૂનો જથ્થો અલીરાજપુરના ઉમરાલી ગામ ખાતેથી ખરીદી ભાવનગર ખાતે રહેતા જયરાજભાઇને પહોંચાડવાનો હોવાની કબૂલાત આરોપીએ કરી હતી. પોલીસે દારૂનો જથ્થો , મોબાઈલ ફોન તથા ગાડી સહિત કુલ રૂ. 2,10,600નો મુદ્દામાલ કબજે કરી ભાવનગરના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

Tags :