ગ્રાન્ટેડ સરકારી હોસ્પિટલના ડૉક્ટર-નર્સને 7મા પગાર પંચનો લાભ અપાશે
- ગ્રાન્ટેડ કેન્સર, કિડની હોસ્પિટલના ડૉક્ટર્સ-નર્સને લાભ
- પહેલી ઓગસ્ટથી શરૂ થતાં માસથી સાતમા પગાર પંચ પ્રમાણેનો પગાર ચૂકવાશે
નર્સિંગ કૉલેજમાં અભ્યાસ કરતાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાશે
(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 31 જુલાઇ, 2020, શુક્રવાર
ગુજરાતની પ્રતિતિ સુપર સ્પેશિયાલીસ્ટ એવી કેન્સર હોસ્પિટલ, કીડની હોસ્પિટલ અને કીડની યુનિવસટીના ડાક્ટરો, નર્સીંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ અને ક્લેરિકલ સ્ટાફ સહિત તમામ અધિકારી કર્મચારીઓને 7મા પગારપંચનો લાભ આપવાની જાહેરાત આજે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કરી હતી.
તેમણે જાહેર કર્યું હતું કે ગુજરાત સરકારની ગ્રાન્ટ-સહાયથી ચાલતી અમદાવાદ મેડિસીટી કેમ્પસમાં આવેલ કેન્સર હોસ્પિટલ અને કીડની હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલીટી સારવાર ખૂબ સારી રીતે આપવામાં આવે છે.
આ બંને હોસ્પિટલોમાં ગુજરાત રાજ્યની સાથે સાથે પડોશી રાજ્યો એવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ અનેક દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર લેવા માટે નિયમિત આવે છે. સરકાર દ્વારા ગુજરાત યુનિવસટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ સાયન્સીઝ પણ ચલાવવામાં આવે છે.
આ સંસ્થાઓમાં કીડનીની સારવાર માટેના નિષ્ણાંત ડાક્ટરો, પેરા મેડિકલ સ્ટાફને તબીબી શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે. આ ત્રણેય સંસ્થાઓમાં ડાક્ટરો સહિત 1203 જેટલા મેડિકલ અને પેરામેડિકલનો સ્ટાફ ફરજ બજાવે છે.
આ સંસ્થાઓના નિયામકે દ્વારા નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સમક્ષ આ બંને હોસ્પિટલોના કર્મીઓને 7મા પગારપંચનો લાભ આપવાની રજુઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને નાયબ મુખ્યમંત્રીશ્રી અને નાણા મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કેન્સર, કીડની હોસ્પિટલ અને ગુજરાત યુનિવસટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીઝના ડાક્ટરો તથા પેરા મેડીકલ સ્ટાફને પહેલી ઓગસ્ટ 2020થી શરૂ થતાં માસથી સાતમા પગાર પંચ પ્રમાણોનો પગાર આપવાનું ચાલુ કરવામાં આવશે.
આ સાથે જ ઇન્ડિયન નસગ કાઉન્સિલ દ્વારા 14મી મે, 2020 અને 10 જુલાઈ 2020ના નસગની પરીક્ષા અંતર્ગત જાહેર કરવામાં આવેલી માર્ગદશકા ે સંદર્ભે ગુજરાતની નસગ કોલેજમાં અભ્યાસ કરતાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાશે.
અન્ય તમામ વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન અને વર્ષ દરમ્યાનના પરફોર્મન્સના આધારે માર્ક્સ આપી આગળના વર્ષમાં પ્રમોટ કરાશે. નાયબ મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું કે ઇન્ડિયન નસગ કાઉન્સીલની ગાઇડલાઇન મુજબ રાજ્યમાં જો કોરોનાને કારણે પરીક્ષા લેવી શક્ય ના હોય તો ફાઇનલ યર સિવાયના વિદ્યાર્થીઓને આંતરીક મૂલ્યાંકનને આધારે પ્રમોટ કરવાનું જણાવવામાં આવ્યું છે.
ગુજરાત નસગ કાઉન્સીલની પરીક્ષા સમિતિની 14મી જુલાઈ 2020 ના રોજ મળેલ બેઠકમાં ઇન્ડીયન કાઉન્સીલ ઓફ નસગની માર્ગદશકાની ચર્ચા કરી સર્વાનુમતે નર્સિંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાનો નિર્મય લેવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારના આ નિર્ણયનો લાભ જી.એન.એમ. ના 14671 અને એ.એન.એમ.ના 3827 વિદ્યાર્થીઓને મળશે. જયારે જી.એન.એમ.ના 4561 અને એ.એન.એમ.ના 3108 વિદ્યાર્થીઓની પરીક્ષા 31 ઓગસ્ટથી લેવામાં આવશે. ઉપયોગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે