Gujarat

ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ ઓફલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે

By GS Team
20 Mar 20221 min read
This article was originally published on 20 Mar 2022
ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ ઓફલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે

વિવિધ રમતોમાં અલગ વય જુથમાં દિવ્યાંગ સ્પર્ધકો ભાગ લે તે હેતુથી સ્પર્ધાઓ યોજાશે

ગાંધીનગર: ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓને મોટી સંખ્યામાં જોડવા માટે અને તેઓ વિવિધ રમતોમાં ભાગ લઇ શકે તેના માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેના અનુસંધાને દિવ્યાંગ ખેલાડીઓ વિવિધ રમતોના જુદા જુદા વયજુથમાં બહોળી સંખ્યામાં ભાગ લે તે હેતુથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા વહિવટી તંત્ર ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું સીધા જિલ્લા કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૃ કરવામાં આવ્યું છે. જે અંગેના ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ગાંધીનગર ખાતેથી કચેરી સમય દરમ્યાન અથવા તાલુકા કન્વીનર પાસેથી મેળવી લેવાના રહેશે. સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ વધુને વધુ ભાગ લે તે માટે સત્વરે ઓફલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે હાર્ડ કોપીમાં ફોર્મ મેળવી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સી વિંગ, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે જમા કરાવવાના રહેશે તેવું જિલ્લા રમત ગમત અધિકારી, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું હતું.