ખોખરા સ્મશાનગૃહ પાસે ગંદકી, લોકોને પડતી હાલાકી
- કાદવ-કિચડ અને તૂટેલા રોડના કારણે લોકોને ભારે હાલાકી
- લોકોની ભારે અવર-જવર છતાંય તંત્ર દ્વારા સફાઇ કરાતી નથી
અમદાવાદ,તા.20 જુલાઇ 2020, સોમવાર
અમદાવાદમાં ખોખરા સ્મશાનગૃહના પ્રવેશ દ્વારા પાસે જ કાદવ-કિચડ અને તૂટેલા રોડના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
હાટકેશ્વર ઓવરબ્રિજના બંને છેડા પર ટ્રાફિક અને ગંદકીના કારણે સ્થાનિક રહિશો અને વાહનચાલકોને પરેશાની ભોગવવી પડી રહી છે.
રહિશોના જણાવ્યા મુજબ ખોખરા સ્મશાનગૃહમાં ઇન્દ્રપુરી, ખોખરા, હાટકેશ્વર, ભાઇપુરા અને ઘોડાસર એમ પાંચ વોર્ડમાંથી અંતિમક્રિયા માટે લોકો આવતા હોય છે. તેઓને ગંદકીના કારણે હેરાનગતિ ભોગવવી પડી રહી છે.
બાજુમાં આંગણવાડી, મ્યુનિ,ઝોનલ કચેરી અને બસ સ્ટેન્ડ હોવાથી લોકોની ભારે અવર-જવર છતાંય તંત્ર દ્વારા સફાઇ કરાતી નથી.