Get The App

ડિપ્લોમા ઈજનેરીમાં ૧૬મીથી પ્રવેશ પ્રક્રિયા ઃ આ વર્ષે બેઠકોમાં વધારો

સરકારી કોલેજોમાં નવી બ્રાંચોની ૧૩૮૦ અને ખાનગી કોલેજોમાં ૫૦૦ બેઠકો વધશે ઃ

૭મી સુધી રજિસ્ટ્રેશન

Updated: Jun 14th, 2022

GS TEAM

Google News
Google News
ડિપ્લોમા ઈજનેરીમાં ૧૬મીથી પ્રવેશ પ્રક્રિયા ઃ આ વર્ષે બેઠકોમાં વધારો 1 - image

અમદાવાદ,

ધો.૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરીમા પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયા ૧૬મી જુનથી શરૃ થનાર છે. સરકારની ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા આજે પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.જે મુજબ ૧૬મી જુનથી ૭ જુલાઈ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે.આ વર્ષે સરકારી અને ખાનગી ડિપ્લોમા કોલેજોમાં બે હજાર જેટલી બેઠકો વધવાની શક્યતા છે.

ડિપ્લોમા ઈજનેરીમાં ધો.૧૦ પાસ તેમજ ધો.૧૦ પછી આઈટીઆઈ અથવા ઈન્ડો જર્મનનો બે વર્ષનો માન્ય કોર્સ કર્યો હોય તેવા અને ધો.૮ પછી બે વર્ષનો એનસીવીટીનો માન્ય કોર્સ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકે છે.ગત વર્ષે ધો.૧૦માં માસ પ્રમોશનમાં ગ્રેસિંગ સાથે પાસ ૩૦,૫૦૫ વિદ્યારથીમાંથી ૧૧૦૭ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હતા. આ વર્ષે ધો.૧૦નું પરિણામ વધતા અને પાસિંગ સ્ડુટન્સની સંખ્યા વધતા રજિસ્ટ્રેશન ૫થી૧૦ હજાર જેટલુ વધવાની શખ્યતા છે. બીજી બાજુ વર્ષે ડિપ્લોમા ઈજનેરીની બેઠકો પણ વધશે. સરકારે છ સરકારી ડિપ્લોમા કોલેજોમાં નવી ઈમર્જિંગ બ્રાંચો શરૃ કરી છે અને એઆઈસીટીઈમાં મંજૂરી માંગ છે. જેમાં ઓટોમેશન એન્ડ રોબોટિક્સમાં ૧૮૦, આઈસીટીમાં ૬૦૦, મિકેનિકલ એન્જિનિયરિંગમાં ૪૨૦ અને રીન્યુએબલ એનર્જિમાં ૧૮૦ સહિત ૧૩૮૦ બેઠકો વધશે. ૧૪ સરકારી ડિપ્લોમા કોલેજોમાં ૪૨ જેટલા કોર્સ એનબીએ (નેશનલ બોર્ડ ઓફ એક્રિડિટેશન ) માન્યતા પ્રાપ્ત થયા છે.

સરકારની પ્રવેશ સમિતિ એવી એસીપીડીસી દ્વારા ૨૦૨૨-૨૩ના વર્ષ માટે જાહેર કરાયેલી પ્રવેશ પ્રક્રિયા મુજબ ૧૬મી જુનથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ થશે અને જે ૭મી જુલાઈ સુધી ચાલશે.હાલ ધો.૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરીમા સીધા બીજા વર્ષમાં પ્રવેશ માટેની સીટુડીની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે અને જેમાં ૧૮મી સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થનાર છે. આ વર્ષે ડિપ્લોમા ઈજનેરીમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી અને એઆઈસીટીઈ દ્વારા પણ નવા નિયમોમાં દાખલ કરવામા આવેલી પીએમ કેર ફોર ચીલ્ડ્રન સ્કીમ અંતર્ગત કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થી માટે દરેક ડિપ્લોમા કોલેજમાં બે-બે બેઠકો સુપર ન્યુમરી રહેશે અને જેમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીને સ્કોલરશિપ મળશે .જે માટે વિદ્યાર્થીએ અરજી કરવાની રહેશે.

Tags :