મોંઘવારી મુદ્દે આવેદનપત્ર આપવા ગયેલા શિવસેનાના કાર્યકર્તાઓ ની અટકાયત
વડોદરા, 8 જુલાઇ 2021 શનિવાર
વડોદરા શહેર શિવસેના દ્વારા વધી રહેલી મોંઘવારીનો વિરોધ કરતુ આવેદનપત્ર કલેકટર મારફતે પ્રધાંનમંત્રીને આપવામા આવ્યું હતુ. જ્યા રાવપુરા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામા આવી હતી.
કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશના વિવિધ ક્ષેત્રોમા હાલ આર્થિક મંદી ચાલી રહિ છે. બીજી બાજુ દેશમા બેરોજગારીનો દર પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જેમા લોકોને જીવન જીવવુ ખુબ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે દિવસે ને દિવસે દૂધ, રાંધણ ગેસ તથા અન્ય જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે.
આમ વધી રહેલી મોંઘવારીએ સામાન્ય માણસનુ જીવન જીવવુ મુશ્કેલ કરી દીધુ છે. ત્યારે આજે વડોદરા શહેર શિવ સેના દ્વારા હાલ વધી રહેલી મોંઘવારીનો કલેક્ટર કચેરીઍ કલેકટર મારફતે પ્રધાનમંત્રીને આવેદન પત્ર આપી વિરોધ કરવામા આવ્યો હતો. સાથે સાથે મોંઘવારી તથા ભાવ વધારા પર અંકુશ લાવવા માટે માંગણી કરવામા આવી હતી. જોકે આ શાંતિ પુર્ણ અને ગાંધી ચિંદ્યા માર્ગના વિરોધમા પણ રાવપુરા પોલીસ દ્વારા શિવસેનાના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારોની અટકાયત કરવામા આવી હતી.