Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી ખાસ કેસરી ટોપીની ડિઝાઇનમાં ખાસિયત છે

By GS Team
11 Mar 20221 min read
This article was originally published on 11 Mar 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી ખાસ કેસરી ટોપીની ડિઝાઇનમાં ખાસિયત છે

ટોપી પર કમળ લગાવવામાં આવ્યું છે, ચિકન એમ્બ્રોઇડરી વર્કથી ભાજપ લખેલું છે અને ત્રિરંગો કલર છે

ગાંધીનગર : ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ-શોમાં પહેરેલી ટોપી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ટોપીની ખાસ ડિઝાઇન છે. કેસરી કલરની ટોપીમાં કમળ લગાવવામાં આવેલું છે અને ચિકન એમ્બ્રોઇડરી વર્કથી ભાજપ લખેલું છે, ટોપીમાં લીલો અને સફેદ કલર પણ છે જે ત્રિરંગો દર્શાવે છે.

મોદીએ જે ટોપી પહેરી હતી તેવી ટોપી ભાજપના નેતાઓ અને કાર્યકરોને આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ભાજપ તરફથી જે કાર્યક્રમો યોજવામાં આવતા હતા તેમાં કેસરી કલરનો ખેસ પહેરવામાં આવતો હતો. ક્યારેક ટોપી પહેરવામાં આવતી હતી પરંતુ તે સફેદ કલરની રહેતી હતી. પહેલીવાર ભાજપમાં કેસરી ટોપીએ આકર્ષણ જન્માવ્યું છે.

ભાજપના એક સિનિયર કાર્યકર્તાએ કહ્યું હતું કે કેસરી ટોપી એ ભાજપનો ભૂતકાળ છે. જનસંઘના કાર્યક્રમોમાં આવી ટોપી પહેરવામાં આવતી હતી. આજે આ ટોપી ફરી બહાર આવી છે તે જોઇને આનંદ થાય છે. ગુજરાતમાં મોદીના કાર્યક્રમોમાં પ્રદેશ નેતાઓ અને કાર્યકરોને આવી કેસરી ટોપી આપવામાં આવી હતી. અમદાવાદના સરપંચ સંમેલનમાં પણ કેસરી ટોપીથી માહોલ સર્જાયો હતો.