કોરોના ઈફેક્ટ : શ્રાવણ માસ છતાં ફૂલોની માંગમાં 60% સુધીનો ઘટાડો
- જોકે, આ વખતે ફૂલનો સ્ટોક ઓછો હોવાથી કિંમતમાં 20% વધારો
- શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ ફ્રૂટની કિંમતમાં સામાન્ય દિવસોની સરખામણીએ ૨૫% સુધીનો વધારો નોંધાયો
અમદાવાદ, મંગળવાર
તપ-જપ અને તહેવારોના
ત્રિવેણી સંગમ સમાન શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે. સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન
ફૂલોની માગમાં ખૂબ જ વધારો જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસને પગલે ફૂલોની
માગમાં ૬૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. મોટાભાગના મંદિરોમાં આ વખતે અભિષેક-ગર્ભગૃહમાં પૂજા
કકરવાની મનાઇ હોવાથી ફૂલની માંગમાં ઘટાડો જોવા
મળી રહ્યો છે. બીજી તરફ શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ફ્રૂટની કિંમતમાં ૨૦થી ૨૫%નો વધારો
નોંધાયો છે. ખાસ કરીને વિદેશથી આવતા ફ્રૂટની કિંમતમાં વધારો થયો છે.
દર વર્ષે ફૂલોની
માંગ વધતા ભાવમાં વધારો થાય છે. પરંતુ આ વખતે માંગ વધવાને કારણે નહીં પણ માલ ઓછો હોવાને
કારણે ભાવમાં વધારો નોંધાયો છે. અમદાવાદના જમાલપુર ખાતે આવેલા ફૂલ બજારના વેપારીઓના
મતે દર વર્ષની સરખામણીએ આ વખતે ૫૦થી ૬૦% ઓછી ઘરાકી છે. સામાન્ય રીતે શ્રાવણ માસમાં
પૂજાપા માટે ફૂલોની ખરીદીના પ્રમાણમાં વધારો થાય છે. જેના કારણે ફૂલોની કિંમતમાં પણ
વધારો કરવામાં આવે છે. આ વખતે ફૂલોનો ઓછો પાક અને કોરોનાને કારણે ભાવમાં વધારો નોંધાયો
છે.
કોરોનાને કારણે
અનેક ખેડૂતોએ આ વખતે ફૂલોનો પાક લીધો નથી. અમદાવાદમાં સામાન્ય રીતે દહેગામ, ધોળકા,
આણંદ, મધ્ય પ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાંથી ફૂલો આવે છે. દર વર્ષે શ્રાવણ માસ ઉપરાંત નવરાત્રિ-દિવાળી
દરમિયાન પણ ફૂલોની કિંમતમાં વધારો થાય છે. જોકે, પ્રવર્તમાન સ્થિતિ યથાવત્ રહી તો નવરાત્રિ-દિવાળી
દરમિયાન પણ ફૂલોની માગમાં શ્રાવણ માસ જેવો ઘટાડો રહેશે તેવી ફૂલોના વેપારીઓમાં દહેશત
છે. બીજી તરફ આયાત ઓછી હોવાને કારણે ફ્રૂટની કિંમતમાં ૨૫%નો વધારો નોંધાયો છે. મોટાભાગના ફ્રૂટ
અન્ય રાજ્યોમાંથી આવતા હોવાથી ભાવમાં અસર જોવા મળી છે. સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન
ફ્રૂટની કિંમતમાં સામાન્ય દિવસોની સરખામણીએ વધારો થઇ જ જતો હોય છે. પરંતુ આ વખતે કોરોનાને
પગલે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સર્જાતાં ફ્રૂટની કિંમત વિશેષ વધારો થયો છે. ખાસ કરીને
વિદેશથી આવતા ફ્રૂટની કિંમકતમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાને પગલે અમદાવાદમાં
ફ્રૂટના હોલસેલ માર્કેટમાં પણ ૨૦થી ૨૫% ઓછા ગ્રાહકો આવી રહ્યા છે. ે
ફૂલોની કિંમત
ફૂલ ગત સપ્તાહની કિંમત હાલની કિંમત
ગુલાબ રૃ.૧૦૦-રૃ.૧૨૦ રૃ.
૧૪૦
ગલગોટા રૃ.૬૦-રૃ.૭૦ રૃ.૮૦થી રૃ.૯૦
લીલી રૃપિયા ૧નું બંડલ રૃ.૩થી ૪
ફ્રૂટની કિંમત
ફ્રૂટ હોલસેલમાં અગાઉની કિંમત હોલસેલમાં હાલની કિંમત
સફરજન રૃ. ૧૫૦ પ્રતિ કિગ્રા રૃ. ૧૮૦ પ્રતિ કિગ્રા
કિવિ રૃ. ૨૦૦ પ્રતિ કિગ્રા રૃ. ૨૫૦ પ્રતિ કિગ્રા
ઓરેન્જ રૃ. ૧૦૦ પ્રતિ કિગ્રા રૃ. ૧૨૦ પ્રતિ કિગ્રા
દાડમ રૃ. ૧૦૦ પ્રતિ કિગ્રા રૃ. ૧૩૫ પ્રતિ કિગ્રા
રાસબરી રૃ. ૬૦ પ્રતિ કિગ્રા રૃ. ૧૬૦ પ્રતિ કિગ્રા