Get The App

અમદાવાદમાં સોલા-હેબતપુર ફલાયઓવરબ્રિજનું લોકાર્પણ

Updated: Dec 11th, 2021

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં સોલા-હેબતપુર ફલાયઓવરબ્રિજનું લોકાર્પણ 1 - image


ટ્રાફિકની સમસ્યા હળવી બનશે 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 300 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત 

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદમાં 300 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ હતું.સોલા સિમ્સ હોસ્પિટલ અને હેબતપુરને જોડતા રસ્તા ઉપર ફોરલેન ફલાયઓવર બ્રીજનું લોકાર્પણ થતા ટ્રાફિકની સમસ્યા હળવી બનશે.

અમદાવાદમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભવોની હાજરીમાં અમદાવાદના 23 મા રેલ્વે ફલાય ઓવરબ્રીજને ખુલ્લો મુકયો હતો.આ સમયે રાજય મંત્રીમંડળના મંત્રીઓ,અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારો માટે કેન્દ્રીય ગૃહમંત્રીએ 113.93 કરોડના પાંચ વિકાસકામોનું લોકાર્પણ અને 165.58 કરોડના દસ વિકાસ કામોનું ખાતમૂહુર્ત કરાવ્યુ હતું.ઉપરાંત ઔડા વિસ્તાર માટે 363.02 કરોડના વિકાસકામોનું ખાતમૂહુર્ત કરાવ્યુ હતું.શહેરના થલતેજ વોર્ડ ઉપરાંત ગોતા વોર્ડના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

Tags :