સંખેડા તાલુકાના ચેનવાડા ગામે ઘર નજીક પડી જનાર યુવકનું મોત
image : Freepik
વડોદરા,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ચેનવાડા ગામે ઘર નજીક પડી જનાર યુવકનું મોત નીપજયું હતું.
સંખેડા તાલુકાના ચેનવાડા ગામે મહાદેવ ફળિયામાં રહેતા 45 વર્ષીય પ્રવીણ સોમા વણકર 17મી તારીખે સવારે 6:00 વાગ્યે પોતાના ઘરના આગળ ચાલતા ચાલતા પડી ગયા હતા. તેને કારણે ઇજાગ્રસ્ત બન્યા હતા તેમને પ્રથમ સંખેડા આરોગ્ય કેન્દ્રમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સંખેડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.