For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી બે તબક્કામાં થશે મતદાન

Updated: Jan 23rd, 2021

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી બે તબક્કામાં થશે મતદાનઅમદાવાદ, તા. 23 જાન્યુઆરી 2021, શનિવાર

રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી જેની રાહ જોવાતી હતી તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. કોરોના કાળના તમામ તૈયારીઓ સાથે મહાનગરપાલિકાઓની નગરપાલિકા 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.

Article Content Image5 માર્ચે જિલ્લા અને તાલુક પંચાયતના પરિણામો થશે જાહેર. 21 ફેબ્રુઆરીએ મહાનગર પાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે. 28 ફેબ્રુઆરી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે.અ હીં બે તબક્કામાં યોજાશે ચૂંટણી. 6 મનપા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતમાં ચૂંટણીઓ યોજાશે.

આ ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે જેમાં પહેલા તબક્કામાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી અને બીજા તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીની મતગણતરી એક સાથે કરવામાં આવશે. 91,700થી વધુ EVMનો ઉપયોગ થશે, ચૂંટણીને લઈને રાજ્યમાં આજથી જ આચારસંહિતા લાગૂ થઈ જશે.

કોરોના ગાઈડલાઈનનું થશે પાલન

કોરોનાકાળમાં રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોરોના ગાઈનલાઈનનું પાલન થાય તેની તકેદારી રાખવામાં આવશે. મતદાન મથકોમાં મતદારો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેમજ બુથ પરના ચૂંટણી સ્ટાફ પોલીસને ફેસ-શિલ્ડ, સેનિટાઇઝર આપવામાં આવશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની તકેદારી રાખવામાં આવશે.

Gujarat