CSની પરીક્ષાઓ પણ રદ ડિસેમ્બરની પરીક્ષા સાથે મર્જ
- સીએની જુનની પરીક્ષાઓ રદ થયા બાદ
- વિદ્યાર્થીઓને જુના જ કોર્સમા પરીક્ષા આપવાની અને ગૂ્રપ અને પરીક્ષા કેન્દ્ર બદલવાની તક મળશે
અમદાવાદ, તા. 16 જુલાઇ, 2020, ગુરૂવાર
સીએ બાદ સીએસની પરીક્ષાઓ પણ અંતે રદ કરી દેવામા આવી છે.કોરોનાના વધતા કેસોને પગલે ઓગસ્ટમાં પણ લઈ શકાય તેમ નથી.જેથી જુનની પરીક્ષાઓ હવે ડિસેમ્બરની પરીક્ષા સાથે મર્જ કરીને લેવામા આવશે. 21 ડિસેમ્બરથી પરીક્ષાઓ શરૂ થશે
કંપની સેક્રેટરી એટલે કે સીએસના અભ્યાસક્રમ અંતર્ગત ફાઉન્ડેશન,પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવી પ્રોગ્રામની પરીક્ષાઓ જુન અને ડિસેમ્બર એમ વર્ષમાં બે વાર લેવાતી હોય છે.
કોરોનાને પગલે જુનની પરીક્ષા જુલાઈમાં અને ત્યારબાદ જુલાઈને બદલે ઓગસ્ટ લેવાનુ જાહેર કરાયુ હતુ.પરંતુ હવે કોરોનાના વધતા કેસો વચ્ચે ઓગસ્ટમાં પણ પરીક્ષા લેવાય તેમ નથી જેથી ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા જુનની પરીક્ષાઓ હવે ન લઈને ડિસેમ્બરમાં જ મર્જ કરીને લેવાનું નક્કી કરાયુ છે.
ડિસેમ્બર સેશનની પરીક્ષા સાથે જુન સેશનની પરીક્ષા લેવાશે. જે વિદ્યાર્થીઓ જુનની પરીક્ષામા રજિસ્ટ્રેશન નથી કરી શકયા તેઓ 26 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરી શકશે.જે વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર ,મોડયુલ અથવા મીડિયમ બદલવા માંગે છે તેઓ કોઈ પણ ફીની ચુકવણી વગર 26 જુલાઈથી 20 નવેમ્બર સુધી બદલી શકશે.
વિદ્યાર્થીઓને જુન પરીક્ષાનું એક્ઝમ્પશન મળશે અને તમામ બેનિફિટ કેરીફોરવર્ડ થશે.પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામના વિદ્યાર્થીઓને ડિસેમ્બરમાં પણ જુના કોર્સમાં પરીક્ષા આપવાની તક મળશે.એક્ઝિક્યુટિવ પ્રવેશ પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરાશે.